રાજકોટ જિલ્લાનાં ૧૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક

  • July 09, 2023 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 રાજકોટ જિલ્લાના ૧૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જળાશયોના કેચમેન્ટ વિસ્તાર મુજબ ફોફળ ડેમમાં ૦૮ મી.મી., વેણુ - ૨ ડેમમાં ૦૫ મી.મી., આજી - ૨ ડેમમાં ૧૧ મી.મી., સુરવો ડેમમાં ૧૫ મી.મી., ડોંડી ડેમમાં ૧૦ મી.મી., વેરી ડેમમાં ૩૦ મી.મી., ન્યારી - ૧ ડેમમાં ૧૨ મી.મી., ન્યારી - ૨ ડેમ અને લાલપરી ડેમમાં ૧૫ મી.મી., છાપરવાડી - ૨ ડેમમાં ૧૩ મી.મી., ઇશ્વરીયા ડેમ અને કરમાળ ડેમમાં ૧૦ મી.મી., ઘેલા સોમનાથ ડેમમાં ૦૫ મી.મી. વરસાદ નોંધાયો છે. 

વધુમાં, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના લીધે ભાદર ડેમમાં ૦.૪૩ ફૂટ, આજી - ૧ ડેમ, લાલપરી ડેમ અને છાપરવડી - ૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, આજી - ૨ ડેમમાં ૦.૯૮ ફૂટ, ન્યારી - ૧ ડેમમાં ૦.૧૬ ફૂટનો ઉંડાઈમાં વધારો નોંધાયો છે. તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application