રાજકોટ જિલ્લાનાં ડેમોમાં નવા નીરની આવક, આજી 2 ડેમ ભરાઈ ગયો, ચાર દરવાજા ખોલાયા

  • June 17, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ વેણું-૨ ડેમ ૫.૮૧ ફૂટ, મોજ ડેમ ૫.૬૮ ફૂટ, આજી-૩ ડેમ ૪.૨૦ ફૂટ, ન્યારી-૨ ડેમ ૨.૩૦ ફૂટ, ડોંડી ડેમ ૨.13 ફૂટ, સોડવદર ડેમ અને ખોડાપીપર ડેમમાં ૦.૬૬ ફૂટ, ભાદર ડેમમાં ૦.૧૦ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૯૮ ફૂટ, અને આજી-૨ ડેમમાં ૦.૦૭ ફૂટ સહીતના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસારદ મોજ ડેમમાં ૨૬૦ મી.મી.,વેણું-૨ ડેમમાં ૨૨૦ મી.મી., સોડવદર ડેમમાં ૧૪૦ મી.મી., ફોફળ ડેમમાં ૧૬૭ મી.મી., છાપરવાડી-૧ ડેમમાં અને ન્યારી-૧ ડેમમાં ૯૫ મી.મી., વેરી ડેમમાં ૯૦ મી.મી., ન્યારી-૨ ડેમમાં ૮૫ મી.મી., ડોંડી ડેમ, આજી-૧ ડેમમાં અને આજી-૩ ડેમમાં ૮૦ મી.મી., વાછપરી ડેમમાં ૭૫ મી.મી., લાલપરી ડેમમાં અને સુરવો ડેમમાં ૭૦ મી.મી., ભાદર ડેમમાં ૬૫ મી.મી.,ભાદર-૨ ડેમમાં ૬૦ મી.મી., ફાડદંગબેટી ડેમ અને કરમાળ ડેમમાં ૪૫ મી.મી.,છાપરવાડી-૨ ડેમમાં ૪૮, ઈશ્વરીયા ડેમમાં ૪૦ મી.મી., ખોડાપીપર ડેમમાં અને આજી-૨ ડેમમાં ૫૫ મી.મી., કર્ણુકી ડેમમાં ૩૨ મી.મી. વરસાદ થયો છે. તેવું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ લોધિકા તાલુકામાં વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસરરૂપે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા ૨૪ કલાકમા પડધરીમા ૫૩, રાજકોટમા ૯૬, લોધિકામા ૧૦૭, કોટડા સાંગાણીમાં ૫૮, ગોંડલ ૩૫, જામકંડોરણા ૬૧, ઉપલેટા ૪૬, ધોરાજી ૩૮, જેતપુર ૩૦, જસદણમા ૧૦ અને વિછીયામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ ફલડ કંટ્રોલ યુનિટ, રાજકોટની યાદીમાં જણાવાયું છે. 


આજી-૨ ડેમ ભરાઈ ગયો હોવાથી ચાર દરવાજા ખોલાયા

ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-૨  ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા. જે વધારીને ૧૪ દરવાજા ૧.૫ ફુટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં ૨૨૦૦ ક્યુસેકના પ્રવાહની આવક છે અને  ડેમમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે.  જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલની સપાટી 68 મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી,  દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા  ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application