કેન્દ્ર સરકારના બજેટ ૨૦૨૪–૨૫ની સમજણ, સમીક્ષા, છણાવટ માટે કેન્દ્રીય નેતાગીરીએ દેશભરમાં નેતાઓની ટીમો ઉતારી છે. આજે રાજકોટ આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી બિહારના જાતિગત નહીં કિશાન, યુવા, મહિલા, ગરીબોના કલ્યાણ સશકિતકરણ સાથે નવા ભારતના નિર્માણની દિશારૂપ બજેટ ગણાવી બિહારને વિશેષ લાભ આપવા બદલ કેન્દ્રીય સરકારનો આભાર પણ વ્યકત કર્યેા હતો.
રાજકોટમાં આજે પત્રકારો સમક્ષ રૂડીએ જણાવ્યું હતું કે, વર્તમાન વિશેષરૂપ ચાર જાતિ માનીને બજેટમાં મહત્વ પ્રદાન કયુ છે. જેમાં કિશોનાના કલ્યાણ માટે ગત બજેટ કરતા છ ટકા વિશેષ સાથે દોઢ લાખ કરોડ ફાળવ્યા છે. સાથે ૧૦૯ પાક માટે વિશેષ યોજના મુકાઈ છે. સરકાર કિશાનો માટે વિશેષ ચિંતિત છે તેમની જમીનની કિંમત, ઓળખ માટે ખાસ લેન્ડ રેકોર્ડ માટે મોટું ફડં પણ ફાળવાયું છે. કો–ઓપરેટિવ (સહકારી) ક્ષેત્રે પણ સરકાર કિશાનો, દૂધ ઉત્પાદકો, સરકારી મંડળીઓ માટે ખાસ લાભદાયક પ્રયોજનો મુકે છે.
વધુમાં કોઈપણ બજેટ, યોજનાના અમલના સારા પરિણામો ૩થી ૪ વર્ષે જોવા મળે તે ગત વખતના બજેટમાં મુકાયેલી યોજનાઓમાં દેખાયાનું જણાવ્યું હતું. વિદેશમાં કોની સરકાર છે બનશે, યુધ્ધની, સારી માઠી અસરો પણ દેશમાં નિર્ભર રહેતી હોય છે.
બિહારને વધુ મળવા બાબતે તર્કબધ્ધ રીતે વાત મૂકી કે ગુજરાત, મહારાષ્ટ્ર્ર, કર્ણાટક સમૃધ્ધ રાયો છે જેની સાપેક્ષમાં ઈસ્ર્ટન એરિયામાં બિહાર, ઝારખંડ, પિમ બંગાળ ગરીબ રાય ગણાય માટે સર્વાગી વિકાસના લયને કેન્દ્ર સરકારે ધ્યાન રાખ્યું છે અને રાખી રહી છે. ભારત પાંચ ટિ્રલિયન ડોલર ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીની દૂરંદેશી હેઠળ દેશ વિકાસશીલ બન્યો છે. છેલ્લ ા ૬૦ વર્ષમાં રાયોને મહત્વ નથી અપાયું પીએમ તરીકે મોદી આવ્યા બાદ રાયના વિકાસને મહત્વ મળી રહ્યું છે જેની ફલશ્રુતિ રાયોના વિકાસમાં દેખાઈ રહી છે. આજે રાજકોટ આવેલા ભાજપના રાષ્ટ્ર્રીય પ્રવકતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ કેન્દ્રીય બજેટના ગુણગાન ગાયા હતા.
ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે, અશ્ર્વિનભાઈ મોલિયા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
બિહારના લાલુ યાદવ પરિવારને સતત હરાવનાર જાયન્ટકિલર રૂડી
રાજકોટ આવેલા બિહારના વતની ભાજપના કેન્દ્રીય નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવપ્રતાપ રૂડી બિહાર અને કેન્દ્રીય કે દેશ લેવલે પોલિટિકલ જાયન્ટ કિલર વ્યકિતત્વ છે. લાલુપ્રસાદ યાદવ, રાબડીદેવી સહિત યાદવ પરિવારના સભ્યો સામે સાંસદની ચૂંટણી લડીને તેઓને સતત હરાવતા રહ્યા છે. શિક્ષણ શાી રૂડી, પ્રોફેસર પણ રહી ચૂકયા છે. સારા એડવોકેટ અને પાયલોટ પણ છે. ગુજરાતની સફરે તેઓ જાતે જ દિલ્હીથી ફલાઈટ લઈને ગઈકાલે અમદાવાદ ઉતરાણ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech