BREAKING NEWS

નવા એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક સોમવારે સંભાળશે ચાર્જ

  • March 07, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્ય પોલીસબેડાંના ૩૬ જેટલા સિનિયર IPS અને જેમાં ગુજરાતના ઈતિહાસમાં સહુ પ્રથમ વખત ૧ ડઝન જેટલા ડીઆઈજી લેવલના ખૂબ લાંબા સમયથી પોસ્ટિંગ વગરના અધિકારીઓને અંતે પોસ્ટિંગ અપાતા હાસકારો અનુભવ્યો હતો ત્યારે રાજકોટ મુકાયેલા એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક સોમવારે પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવું સુત્રો માંથી પ્રાપ્ત થયું છે.


રાજકોટમાં એડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિકમાં કોઈ સક્ષમ આવે તો હાલની ટીમ વધુ મજબૂત બન્ને તે કેન્દ્રમાં રાખી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો બહોળો અનુભવ ધરાવતા અને અનેક અટપટા ગુન્હાઓના ભેદ ઉકેલનાર અને સૌરાષ્ટ્રના ક્રાઈમની તાસીર ઓળખતા તેમજ અગાઉ ગોંડલ એએસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા ચૈતન્ય ચૈતન્ય માંડલિક પર પસંદગી ઉતારી છે. આ સિનિયર અધિકારી એ ખૂબ કડકાઈથી કામ કરવાની પોતાની આગવી ઓળખ ધરાવે છે.


મૂળ મહારાષ્ટ્રના બી.ટેક જેવી ડિગ્રી અને સોફ્ટવેર એન્જિનિયરીંગનો અનુભવ ધરાવતા આ IPS રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના કાર્યકાળ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મના આરોપીને શોધી આવા ગુન્હા કરતા રૂહ કાંપી ઉઠે તેવી સજા કરાવેલ, અમદાવાદમાં રેવડી બજારમાં લાગેલ આગ સામાન્ય નહીં પાકિસ્તાની કનેક્શન સાથે જોડાયેલ હોવાનું શોધનાર આ IPS દ્વારા અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ ડીસીપી તરીકે અનેક પ્રશંસનીય કામગીરી બજાવી ચૂક્યા છે જે આગામી તારીખ 9 ને સોમવારે પોતાનો રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર તરીકે નો ચાર્જ સંભાળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application