મહારાષ્ટ્રમાં નાસિકના માલેગાંવમાં 12 બેરોજગારોના ખાતામાં અચાનક 125 કરોડ રૂપિયા આવી ગયા. મેસેજ જોઈને જ્યારે તેઓ બેંક પહોંચ્યા તો બેંક કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કરોડ તો બહુ દૂરની વાત છે, આ બેરોજગારોના ખાતામાં ક્યારેય લાખ રૂપિયાની પણ લેવડદેવડ થઈ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર બેરોજગારોના ખાતા માલેગાંવ મર્ચન્ટ બેંકમાં છે. આમાં એક હજાર રૂપિયાથી વધુનો ક્યારેય વ્યવહાર થયો નથી. આટલી મોટી રકમ અચાનક ખાતામાં કેવી રીતે આવી તે અંગે ન તો યુવાનો કે ન તો બેંકના લોકો સમજાવી શક્યા. બેંકે કહ્યું કે આ પાછળ તેની સિસ્ટમની ભૂલ નથી. આ લોકોના ખાતામાં કોઈએ પૈસા મોકલ્યા છે. પોલીસ તપાસમાં વ્યસ્ત છે. યુવાનોને જમા થયેલી રકમનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નકલી કંપ્નીઓ સાથે ટ્રાન્ઝેક્શન દરમિયાન બેરોજગારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 15-20 દિવસમાં આ 12 ખાતાઓમાં 100 થી 500 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. કદાચ શેલ કંપ્નીઓએ આ યુવાનોના ખાતામાં 10 કરોડથી 15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ આ યુવકોને માલેગાંવ માર્કેટ કમિટીમાં નોકરી અપાવવાની લાલચ આપીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને સહીઓ લીધી હતી. તે વ્યક્તિ તેમના ખાતામાં થતા વ્યવહારો પાછળ હોય શકે છે. તેની શોધખોળ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેડી વિસ્તારમાં માતા-પુત્ર પર છરીબાજી : ધમકી દીધી
November 08, 2024 01:06 PMચાંપા બેરાજા ગામમાં દંપતિએ સજોડે ઝેરી દવા પીધી : પતિનું મોત
November 08, 2024 01:05 PMહાપા વિસ્તારમાંથી બાળકીના અપહરણકાંડમાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર
November 08, 2024 01:03 PMજામનગરમાં ગેંગરેપ પ્રકરણમાં આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર
November 08, 2024 01:02 PMપરિણીતી ચોપરાએ એક્પોઝર બદલ્યું, શરુ કરી યુટ્યુબ ચેનલ
November 08, 2024 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech