આ 3 વસ્તુઓને ક્યારેય ચહેરા પર એકસાથે ન લગાવો

  • August 24, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ દરેક વ્યક્તિ ચમકતી ત્વચા માટે ધણી સંભાળ રાખે છે. આ માટે બજારમાં વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પણ અલગ-અલગ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો એકસાથે ઉપયોગ કરવાથી તવ્ચાને નુકશાન થઈ શકે છે. ત્વચા પર એલર્જીનું થઈ શકે છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે.

આ વસ્તુઓ ત્વચા પર એકસાથે ન લગાઓ

વિટામિન એ અને વિટામિન સી

 વિટામિન A અને વિટામિન C ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. પરંતુ જો બંનેનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો એલર્જી થઈ શકે છે. પણ જો દિવસ દરમિયાન વિટામિન સી ધરાવતા પ્રોડક્ટ્સ અને રાત્રે વિટામિન એ ધરાવતા પ્રોડક્ટ્સ ઉપયોગ કરો. જેથી તવ્ચા ચમકદાર બનશે.


વિટામિન સી અને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ


વિટામિન સી અને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ એકસાથે લગાવવાનું ટાળવું જોઈએ. બંનેનો એકસાથે ઉપયોગ કરવાથી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.


રેટિનોલ અને બીએચએ


રેટિનોલ એક શક્તિશાળી એન્ટિ-એજિંગ છે, જે ચહેરા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડીને ત્વચાને ટાયટ કરે છે. બીએચએ એ કેમિકલ આધારિત એક્સ્ફોલિયન્ટ છે તે મૃત ત્વચાને દૂર કરવાનું કામ કરે છે. આ બંનેનો ક્યારેય એકસાથે ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ત્વચા પર બર્નિંગ, હાઈપરપીગ્મેન્ટેશન, લાલાશ અને ખીલની સમસ્યા થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application