આજના સમયમાં ગૂગલ પે, ફોન પે કે પેટીએમ જેવી એપ્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અનિવાર્ય માનવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જો તમારા મોબાઇલમાં ડેટા પેક પૂરું થઈ ગયું હોય અથવા વાઇ-ફાઇ ન હોય, તો પણ તમે સુરક્ષિત રીતે ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ આ માટે એક વિશેષ ઓફલાઇન સેવા ઉપલબ્ધ કરાવી છે, જે સ્માર્ટફોન તેમજ સાદા કીપેડ (ફીચર) ફોન બંનેમાં સરખી રીતે કામ કરે છે.
ઑફલાઇન પેમેન્ટનો ઉપયોગ કરવા માટેના સરળ સ્ટેપ્સ
જરૂરી શરતોતમારો મોબાઇલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.ફોનમાં કોલ અને એસએમએસ (SMS) આવી શકે તેટલું સામાન્ય નેટવર્ક હોવું જરૂરી છે.
પેમેન્ટ કરવાની પદ્ધતિકોડ ડાયલ કરો
બેંક સાથે રજીસ્ટર્ડ નંબર પરથી તમારા ફોન ડાયલરમાં જઈને *99# ટાઈપ કરી કોલ કરો.
સેવા પસંદ કરો
સ્ક્રીન પર એક પોપ-અપ મેનૂ ખુલશે. તેમાંથી પૈસા મોકલવા માટે 'Send Money' નો વિકલ્પ પસંદ કરો.
માધ્યમ નક્કી કરો
આગળની વિગતોમાં તમે સામેવાળી વ્યક્તિની યુપીઆઈ આઈડી (UPI ID), મોબાઇલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ નોંધી શકો છો.
રકમ અને પિન સબમિટ કરો
હવે જેટલા રૂપિયા મોકલવા હોય તે રકમ લખો અને અંતે તમારો UPI PIN એન્ટર કરો. પિન કન્ફર્મ થતાં જ પૈસા ટ્રાન્સફર થઈ જશે અને કન્ફર્મેશન મેસેજ મળશે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો ટેલિકોમ ચાર્જ
આ એક USSD કોડ આધારિત સિસ્ટમ હોવાથી, કેટલીક ટેલિકોમ કંપનીઓ આ સર્વિસના વપરાશ માટે સામાન્ય એસએમએસ (SMS) જેવો નજીવો ચાર્જ વસૂલી શકે છે.
પ્રાદેશિક ભાષાઓ
:-આ સુવિધા માત્ર અંગ્રેજી નહીં પરંતુ ઘણી બધી ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં (ગુજરાતી સહિત) ઉપલબ્ધ છે, જેથી ગ્રામીણ વિસ્તારોના લોકો પણ સરળતાથી વાપરી શકે છે.અન્ય ફીચર્સ: આ કોડની મદદથી તમે ઇન્ટરનેટ વિના પણ ગમે ત્યારે તમારા ખાતાનું બેંક બેલેન્સ (Check Balance) જાણી શકો છો અથવા પોતાની પ્રોફાઇલ મેનેજ કરી શકો છો.