BREAKING NEWS

ગોંડલમાં ગટરનાપ્રશ્ને માતા-પુત્રને પાડોશી કુટુંબે ગાળો ભાંડી, મારી નાખવા ધમકી આપી

  • May 16, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ગટરના પ્રશ્ન બાબતે માતા-પુત્રને પાડોશમાં રહેતા પરિવારે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતા ગીતાબેન રાજેશભાઈ સોલંકી (ઉ.વ.48) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા બાબુ કરશનભાઈ સરવૈયા, ગીતાબેન બાબુભાઈ સરવૈયા, જતીન બાબુભાઈ સરવૈયા, પ્રેમજી સરવૈયા અને ગૌતમ બાબુભાઈ સરવૈયાના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે અને ઘરકામ તથા મજૂરીકામ કરે છે સંતાનમાં બે પુત્ર પારસ(ઉ.વ.28) અને મનીષ(ઉ.વ.25) છે. ગઈ તા. 14/5 ના સાંજના સાતેક વાગ્યે આસપાસ મહિલા તેમના ઘરે હતા ત્યારે ઘરની સામે રહેતા બાબુભાઈના દિકરા જતીને ફરિયાદીના ઘરેથી જે ગટર નીકળે છે તે ગટરમાં સિમેન્ટ નાખી બંધ કરી દીધી હતી અને ગટર બંધ હોય જે મહિલા જોઈ જતા ગટરમાં રાખેલ સિમેન્ટનો માલ કાઢી નાખ્યો હતો તેવામાં બાબુ તેની પત્ની ગીતા તેનો દીકરો જતીન, પ્રેમજી મહિલાના ઘર પાસે આવ્યા હતા. બાદમાં આ શખસો કહેવા લાગ્યા હતા કે, તે કેમ ગટરમાંથી સિમેન્ટ ખોલી નાખી તેમ કહી બલાચાલી કરવા લાગ્યા હતા જેથી મહિલાએ કહ્યું હતું કે, મારું ઘર છે અને ગટરનું પાણી અહીં કાયમ માટે ચાલે છે તો તમારે ગટર બંધ ન કરાય. આ સાંભળી બાબુ અને તેની પત્નીએ આવેશમાં આવી ગાળો આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમે સરપંચના કહ્યા પ્રમાણે કરો છો. દરમિયાન ફરીયાદીનો પુત્ર મનીષ આવી જતા મનીષને બાબુએ કહ્યું હતું કે તને તો અમે જોઈ લેશુ. બાદમાં મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application