ખોડીયારનગરમાં ઘર પાસેથી બોલેરો હટાવવાનું કહેતા યુવાન પર પાડોશીનો પાના વડે હુમલો

  • June 05, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા ખોડીયારનગરમાં ઘર પાસે પાર્ક કરેલી બોલેરો દુર હટાવવાનું કહેતા યુવાનને પાડોશીએ માથમાં લોખંડનું પાનુ મારી દઇ ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ અન્ય એક શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગર શેરી નંબર 17 માં રહેતા રાજભા અજીતસિંહ જાદવ(ઉ.વ.૩૧) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા અને વિજય ડાભીના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા ૪ ના સાંજના તે પત્ની કાજલને તેડવા માટે જતા હતા. બાઈક ચાલુ કરતા હતા ત્યારે પાડોશમાં રહેતા ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાએ તેની બોલેરો ગાડી મારા ઘરની બહાર મારા ઘરના દરવાજા પાસે પાર્ક કરી હતી. જેથી યુવાને આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાને કહ્યું હતું કે, તમે અમારા ઘરની પાસે તમારી બોલેરો ગાડી શું કામ પાર્ક કરો છો? અમને આવા જવા તમારી ગાડી નડે છે તેવું કહેતા ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ઉશ્કેરાઈ ગાળો આપી કહ્યું હતું કે, તારાથી જે થાય તે કરી લેજે મારી બોલેરો ગાડી તો અહીંયા જ રહેશે.


બાદમાં આ શખસે બોલેરો ગાડીમાંથી લોખંડનું પાનું લઈ યુવાનને માથાના ભાગે બે ઘા મારી દીધા હતા જેથી તે નીચે પડી ગયો હતો અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું તે દરમિયાન આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાના કુટુંબીભાઈ વિજય ડાભી યુવાન પાસે આવી કહેવા લાગેલ કે મારા ભાઈ ચંદ્રસિંહ સાથે કેમ ઝઘડો કરે છે તેવું જણાવી આ વિજય ડાભીએ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.યુવાને બૂમાબૂમ કરતા પરિવારજનોએ આવી છોડાવવા વચ્ચે પડતા આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા તથા વિજય ડાભીએ યુવાનના માતા સુમિતાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા,ત્યાં ટોળું એકત્ર થઈ જતા આરોપીએ કહ્યું કે, આજે તો તું બચી ગયો હવે પછી તું ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application