મહાપાલિકામાં પાર્ટી સંકલન મિટિંગમાં શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે ડખ્ખો: રૂા.૧૧૪૦ કરોડના કોન્ટ્રાકટ મામલે સવાલો ઉઠાવતા શહેર પ્રમુખે ટપાર્યા, શુકલએ કહ્યું ચર્ચા કર્યા વિના જ નિર્ણય નક્કી હોય તો સંકલન મિટિંગ શું કામ યોજો છો?–શુકલના શ્રેણીબધ્ધ સવાલોથી સન્નાટો
રાજકોટ મહાપાલિકામાં આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટરો અને રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોની સંકલન મિટિંગમાં .૧૧૪૦ કરોડ જેવા ઉંચા ભાવે ટીપરવાનનો દસ વર્ષીય કોન્ટ્રાકટ આપવા તેમજ ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાકટ બમણાં ભાવે આપવા મામલે વોર્ડ નં.૭ના ભાજપના કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટિ મેમ્બર નેહલ શુકલએ વાંધો લેતા સંકલન મિટિંગમાં નેહલ શુકલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, શુકલએ શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવતા મિટિંગમાં સન્નાટો પ્રસરી ગયો હતો. આ ડખ્ખો થયા બાદ નારાજ થયેલા નેહલ શુકલ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હાજર રહેવાને બદલે વોક આઉટ કરી ગયા હતા. આ મામલે શહેર ભાજપ દ્રારા નેહલ શુકલ વિદ્ધ પ્રદેશ ભાજપમાં રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.
ઉપરોકત મામલે મહાપાલિકાના રાજકીય વર્તુળોમાંથી પ્રા વિગતો મુજબ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપરવાનનો દસ વર્ષીય કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત અંગે પાર્ટી સંકલનની મીટીંગમાં નેહલ શુકલએ સવાલો ઉઠાવવાનું શ કયુ હતું જેમાં તેમણે એવી તર્કબદ દલીલો રજૂ કરી હતી કે કેન્દ્ર સરકારનો કન્સેપ્ટ ખૂબ સારો છે અને રાય સરકાર પણ શહેરો સ્વચ્છ બનાવવા માટે પ્રયત્નશીલ છે પરંતુ રાજકોટ શહેર માટે મહાપાલિકા દ્રારા જે કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે તેમાં ખૂબ જ ઐંચા ભાવ છે અને એક સાથે દસ વર્ષનો કોન્ટ્રાકટ આપવાની વાત છે જે વ્યાજબી જણાતી નથી. આવું કહ્યા બાદ તેમણે ટીપરવાન ના કોન્ટ્રાકટ મામલે અને જે ભાવથી કોન્ટ્રાકટ આપવાનો છે તે મામલે શ્રેણીબદ્ધ સવાલો ઉઠાવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમને ટપાર્યા હતા અને બન્ને વચ્ચે દલીલો થઇ હતી. શુકલએ એવો મુદ્દો રજૂ કર્યેા હતો કે અમદાવાદ અને સુરતમાં આ પ્રકારે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેથી રાજકોટમાં આપવામાં આવી રહ્યું છે તેવી વાત રજૂ કરવામાં આવી રહી છે પરંતુ અમદાવાદ અને સુરત શહેરનો વિસ્તાર તેમજ ત્યાંની મિલકતોની સંખ્યા અને રાજકોટ શહેરનો વિસ્તાર અને રાજકોટ શહેરની મિલકતોની સંખ્યાની કોઈ તુલના કરવામાં આવી નથી, જો અમદાવાદ અને સુરતનું અનુકરણ કરવાનું હોય તો દરેક રીતે અનુકરણ થવું જોઈએ અને પોઈન્ટ ટુ પોઈન્ટ તુલના થવી જોઈએ. સરકારની ગાઈડલાઈન છે તો સ્વચ્છતા મુદ્દે કામ થવું જોઈએ પરંતુ આટલા તોતિંગ ઉંચા ભાવથી કામ આપવું તેવું ન હોઈ શકે તે માટે તો સ્થાનિક સ્તરે જ નિર્ણય કરવાનો થાય. કોન્ટ્રાકટર એજન્સી દ્રારા જે ભાવની ઓફર કરવામાં આવી છે તે ભાવ હાલના ભાવની તુલનાએ ચાર ગણો વધુ છે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમને જણાવ્યું હતું કે પાર્ટીમાં નક્કી થયું હોય તે મુજબ દરખાસ્ત અને કામ આપવા અંગેનો નિર્ણય થતો હોય છે તેથી આ અંગેની ચર્ચા નિરર્થક છે જેના પ્રત્યુતરમાં નેહલ શુકલ લઈને એવી દલીલ રજૂ કરી હતી કે જો આવી ચર્ચા કરવાની જ ન હોય તો પછી કોર્પેારેટરોની સંકલન બેઠક શા માટે બોલાવવામાં આવે છે ? જો સંકલન મિટિંગમાં કોર્પેારેટરોએ આવી ચર્ચા કરવાની ન હોય તો બીજે કયાં કરવાની હોય તે જણાવો.
ટીપરવાનના કોન્ટ્રાકટ મુદ્દે ચર્ચા પૂર્ણ થયા બાદ મહાપાલિકાના સંકુલોમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા મામલે કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત અંગે પણ નેહલ શુકલે બેઠક સવાલો ઉઠાવ્યા હતા અને બજારભાવ કરતા બમણા ભાવે કામ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પાર્ટી સંકલન મિટિંગમાં ઉપરોકત મામલે ઉગ્ર દલીલો અને માથાકૂટ થયા બાદ નેહલ શુકલ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ઉપસ્થિત રહેવાને બદલે વોકઆઉટ કરી ગયા હતા.
અગાઉ પણ અનેક વખત સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે મળતી પાર્ટી સંકલન મીટીંગ અને જનરલ બોર્ડની મીટીંગ પૂર્વે મળતી પાર્ટી સંકલન મિટિંગમાં અવારનવાર સવાલો ઉઠાવતા હોય તેમજ પક્ષ તરફથી મળેલી સૂચના ના પગલે લેવાયેલા નિર્ણયો મામલે પણ દલીલો કરતા હોય આ બાબત પક્ષ વિરોધી પ્રવૃત્તિ જણાતી હોય આ મામલે પ્રદેશ ભાજપને રિપોર્ટ કરવા રાજકોટ શહેર ભાજપ દ્રારા કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.
રૂા. ૨૦ લાખની ફાયર સેફટી સિસ્ટમના ૪૦ લાખ ચૂકવશો?
ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની દરખાસ્ત માં પ્રતિ સંકુલ દીઠ પિયા ૪૦ લાખ જેવો ઐંચો ભાવ મંજૂર કરવા મામલે નેહલ શુકલે પાર્ટી સંકલન મિટિંગમાં જણાવ્યું હતું કે તેમની એચ.એન.શુકલા કોલેજનું કેમ્પસ મહાપાલિકાના સંકુલો કરતા ઘણું મોટું છે તેમ છતાં ત્યાં આગળ તેમણે ફકત .૨૦ લાખમાં ફાયર સેટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે ત્યારે આટલો ઐંચો ભાવ મંજૂર કરવાની શું જર હોય ? જો ઐંચા ભાવ આવ્યા હોય તો બીજી વખત ટેન્ડર શા માટે ન કરી શકાય ?
યુનિ.મિટિંગમાં આ રીતે વાંધાઓ લેતા? મુકેશ દોશી
સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વેની પાર્ટી સંકલન મિટિંગમાં નેહલ શુકલ સતત દલીલો કરી રહ્યા હોય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમને અવારનવાર રોકવા પ્રયાસ કર્યેા હતો પરંતુ નેહલ શુકલએ સતત તેમની દલીલો ચાલુ રાખી હતી આથી મુકેશ દોશીએ તેમને એવો સવાલ પૂછયો હતો કે તમે યારે યુનિવર્સિટીની કામગીરી સંભાળતા હતા ત્યારે યુનિવર્સિટીમાં મળતી પાર્ટી સંકલનની મીટીંગોમાં આ પ્રકારે ખોટા વાંધા વચકા કાઢી દલીલો કરતા હતા કે નહીં ? તે જણાવો. યુનિવર્સિટીની મિટિંગમાં તમે પણ ગણતરીની મિનિટોમાં જ મીટીંગ પૂર્ણ કરી નાખતા હતા તેમ કહેતા નેહલ શુકલએ એવો જવાબ આપ્યો હતો કે અમે યુનિવર્સિટીમાં દરેક બાબતની સંપૂર્ણ ચર્ચા વિચારણા કર્યા પછી જ દરખાસ્ત મંજૂર કરતા હતા ત્યાં આગળ આ રીતે કામગીરી કરતા ન હતા.સ્ટે.ચેરમેન પીએને શા માટે મોકલે છે?
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રજૂ થયેલી કોઈપણ દરખાસ્ત બાબતે યારે કોઈ વિગતો કોર્પેારેટરોને જાણવી હોય અને તેની કમિટી ચેરમેનને પૂછવામાં આવે તો ચેરમેન જવાબ આપતા નથી અને તેમના પી.એ અથવા પીએસ ને જે તે કોર્પેારેટર સાથે બેસાડી દે છે અને તેમની સાથે ચર્ચા કરવી પડે છે આ બાબત વ્યાજબી નથી તેવો મુદ્દો પણ નેહલ શુકલએ ઉપસ્થિત કર્યેા હતો, કોર્પેારેટર ને સવાલો થાય ત્યારે ચેરમેને જવાબો આપવા જોઇએ તેવો આગ્રહ શુકલએ રાખ્યો હતો.
આટલાં ખર્ચમાં ટીપર વાન નહીં ઇનોવા આવે!
રાજકોટ મહાપાલિકામાં જે ભાવથી ટીપરવાનનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે કેટલો ભાવ ચૂકવીએ તો કચરો લેવા માટે ઇનોવા કાર આવે તેવી દલીલ રજૂ કરીને જણાવ્યું હતું કે હાલ કરતા બમણા ભાવે ટીપરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યો છે. પ્રતિ એક ટીપરવાનને પ્રતિ દિવસના .૫૪૬૫ ચૂકવાશે, તે મુજબ પ્રતિ માસના ૮૩,૫૦૦ ચૂકવાશે. કુલ ૫૭૩ ટીપરવાન દોડશે અને દરેક ટીપરવાનને દરરોજના ૫૪૫૦ તે મુજબ વાર્ષિક એક ટીપરવાનના ૧૯,૮૯,૨૫૦ ચૂકવાશે. આ મુજબ ૫૭૩ ટીપરવાનના કુલ ૧૧૪ કરોડ એક વર્ષ પેટે ચૂકવાશે. યારે ૧૦ વર્ષના કોન્ટ્રાકટમાં દર વર્ષે પાંચ ટકા વધારો ચૂકવવાનો થાય છે તે સહિતની ગણતરી એ દસ વર્ષમાં એજન્સીને કુલ ૧૧૪૦ કરોડ ચુકવવાના થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech