જાહેરનામાનો ભંગ કરીને અનેક આસામીઓએ પરપ્રાંતિયોને મકાન રહેવા માટે આપ્યા હતા
સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં મકાન સહિતની મિલકત ભાડે આપી અને આ અંગે નિયમ મુજબ પોલીસમાં આધાર પુરાવા સાથેની જરૂરી નોંધ ન કરાવતા આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા, સલાયા અને કલ્યાણપુર વિસ્તારમાં મંગળવારે વધુ 28 જેટલા આસામીઓ સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના કજૂરડા વિજયનગર વિસ્તારમાં પરપ્રાંતિય આસામીઓને ઓરડીઓ ભાડે આપી, અને આ અંગેની નોંધ પોલીસને ન કરાવતા સંજયનગર વિસ્તારમાં રહેતા લખુભા નટુભા જાડેજા સામે તેમજ આ જ રીતે નેભા ડાડુ વજશી કોઠીયા, ભાયા રાજપાલ જોગાણી, હબીબ ઉલ કાયમ શેખ (વેસ્ટ બેંગાલ) અને રાણા નાગશી રૂડાચ સામે ખંભાળિયા પોલીસ મથકમાં તેમજ રોશનબેન હારુન એલિયાસ સંઘાર અને બિલાલ હુસેન જખરા સામે પોલીસ મથકમાં જ્યારે અનિલભા ભારાભા માણેક સામે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
સૌથી વધુ કલ્યાણપુર પોલીસમાં નોંધાયેલા 20 જેટલા ગુનામાં ભાટિયા બાયપાસ પાસે શિવ હોટલ ભાડે આપવા બદલ મનસુખ હીરાભાઈ રાઠોડ, બાબુ નાથા સોલંકી, વજશી જેઠા ચાવડા, રામ ભનુ સોનગરા, જયેશ જાદવ પુરોહિત, રાજશી માલદે કરમુર, મુરુ લાખા ગોરાણીયા, વિનોદ નારણ ગોઢાણીયા, સંજય કેશુર ગોજીયા, કિશોર ત્રિકમ રાઠોડ, દુલા લાખા વાલાણી, અજય ભીમશી વરૂ, ઈમ્તિયાઝ અલારખા હાથલિયા, અરજણગર મોતીગર અપારનાથી, વશરામ ગોકળ કણજારીયા, વલ્લભ નારણ સોનગરા, સંજયસિંહ જશુભા જાડેજા, ગોવિંદગર જેતગર રામદતી, ખીમા માલદે કરમુર અને દિનેશ હરજી કણજારીયા નામના આસામીઓ સામે પણ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech