ઓલિમ્પિક ફાઈનલમાં નીરજ ચોપરાએ પહેરી હતી અધધ...આટલી મોંધી કિંમતની ઘડિયાળ

  • August 13, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર સ્ટાર નીરજ ચોપરાના પ્રદર્શનની ચર્ચાઓ અટકી નથી. આ દરમિયાન દુનિયાની નજર તેની ઘડિયાળ પર અટકી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓલિમ્પિક દરમિયાન ખેલાડીએ લાખો રૂપિયાની ઘડિયાળ પહેરી હતી. ચોપરાએ 89.45 મીટરના અંતરે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીત્યો હતો.

એક યુઝરે સોશિયલ મીડિયા પર આ ઘડિયાળ વિશે ચર્ચા શરૂ કરી હતી. તેણે કહ્યું, 'શું કોઈ કહી શકે છે કે 2024 પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં નીરજ ચોપરાએ કઈ ઘડિયાળ પહેરી હતી?' આના પર અન્ય યુઝરે જવાબ આપ્યો કે આ એક ઓમેગા ઘડિયાળ છે, જેની કિંમત 52 લાખ રૂપિયાથી વધુ છે. ચોપરાએ ઓમેગા સીમાસ્ટર એક્વા ટેરા અલ્ટ્રાલાઇટ પહેર્યા હોવાનું કહેવાય છે. જોકે ચોપરાએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

આ મોડલની લક્ઝરી ઘડિયાળ રિટેલર કપૂર વોચ કંપની દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘડિયાળ સ્વિસ ઉત્પાદક ઓમેગા દ્વારા બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે જ કંપનીએ નીરજ ચોપરાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application