ભાવનગર શહેરમાં તા.૨૧-૮-૨૦૨૪ થી તા.૪-૯-૨૦૨૪ દરમ્યાન ઞૠઈ ગઊઝ ઉંીક્ષય-૨૦૨૪ની પરીક્ષા "જે.પી.એમ.ઇન્ફોકોમ, તરસમીયા પ્રાથમિક શાળાની સામે, તરસમીયા મેઇન રોડ, તરસમીયા ભાવનગર ખાતે લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડા તત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં એન.ડી.ગોવાણી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર ભારતના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) થી તેમને મળેલ અધિકારની રૂઈએ ઞૠઈ-ગઊઝ ઉંીક્ષય-૨૦૨૪ ની પરીક્ષા માટે આગામી તા. ૨૧-૮-૨૦૨૪ થી તા.૪-૯-૨૦૨૪ ના રોજ જે. પી. એમ.ઇન્ફોકોમાં તરસમીયા પ્રાથમિક શાળાની સામે. તરસમીયા મેઇન રોડ. તરસમીયા. ભાવનગર ખાતે નીચે મુજબનાં પ્રતિબંધો ફરમાવ્યા છે.
પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર. જાહેરનામું ઉક્ત જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ લાગુ પડશે. જેને પરીક્ષા દરમ્યાન સોપાયેલી ફરજનાં ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં. ૩ અને ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ. જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech