નયારા એનર્જીએ ઇનોવેટિવ રિફાઇનિંગ ટેક્નિક્સ દ્વારા કેરોસીનની ગુણવત્તા વધારવા નવી પેટન્ટ મેળવી

  • August 13, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નયારા એનર્જીએ કેરોસીન રિફાઇનિંગ ટેક્નોલોજીમાં નવા ધોરણો સ્થાપિત કર્યા


ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ ઓઇલ કંપનીઓમાંની એક અને સૌથી ઝડપથી વિકસતા ખાનગી ઇંધણ નેટવર્ક નયારા એનર્જી લિમિટેડે નોવેલ એબ્સોર્બન્ટ ટેક્નિક દ્વારા કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરવાના હેતુથી એક ઇનોવેટિવ પ્રોસેસની સફળતાપૂર્વક પેટન્ટ મેળવી છે. આ સફળતા મિનરલ ટર્પેન્ટાઇન ઓઈલ, એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ, ઉત્કૃષ્ટ કેરોસીન ઓઈલ અને પેટ્રોલિયમ સોલવન્ટ્સ સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વેચાણક્ષમતા અને સ્થિરતામાં વધારો કરે છે.


ઈન્ડિયન પેટન્ટ નંબર 545797 તરીકે નોંધાયેલી આ પેટન્ટ કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સને રિફાઇન કરવા માટે એક આધુનિક પ્રોસેસ રજૂ કરે છે,જે પ્રોડક્ટના રંગની ગુણવત્તા અને તેની સ્થિરતા સંબંધિત સતત પડકારોનું સમાધાન કરે છે. આ શોધ પ્રોડક્ટની ધારણા તથા ઉપયોગને અસર કરતા ખૂબ જ મહત્વના ગુણવત્તા પરિબળ એવા સેબોલ્ટ કલરને સુધારે છે અને સ્થિર કરે છે તથા એક સાથે ઓર્ગેનિક નાઇટ્રોજન અને ભેજનું પ્રમાણ ઘટાડે છે.


નયારા એનર્જીની નવીન પ્રોસેસમાં એક સરળ ત્રણ પગલાંના અભિગમનો સમાવેશ થાય છે: એબ્સોર્પ્શન ટ્રીટમેન્ટ: કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સ એબ્સોર્બન્ટ બેડમાંથી પસાર થાય છે અનેઅનિચ્છનીય દૂષણોને ઘટાડીને અસરકારક રીતે સેબોલ્ટ કલર અને સ્થિરતામાં વધારો કરે છે.


હાઇડ્રોકાર્બન રિકવરી: સરફેસ હાઇડ્રોકાર્બન કન્ટેન્ટની રિકવરી માટે, પર્યાવરણીય અસરને ઓછી કરવા અને રોર્સ રિકવરીને ઓપ્ટિમાઇઝ કરવા માટે વપરાયેલા એબ્સોર્બન્ટને પાણીથી ટ્રીટ કરવામાં આવે છે.


એબ્સોર્બન્ટનું રિજનરેશન: વાપરવામાં આવેલ એબ્સોર્બન્ટ વધુ ઉપયોગ માટે તેની અસરકારકતાને પુનઃસ્થાપિત કરવા માટે થર્મલ ઓક્સિડેશનમાંથી પસાર થાય છે,જે આ પ્રક્રિયાને ટકાઉ અને કિફાયતી બનાવે છે.


વિવિધ પ્રોસેસિંગ પરિસ્થિતિઓને સમાવવા માટે કામગીરીના પ્રવાહને સરળતાથી એડજસ્ટ કરી શકાય છે,જે રિફાઇનરીઓને પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા માટે ફ્લેક્સિબલ અને કાર્યક્ષમ ઉકેલ પ્રદાન કરે છે.


આ સિદ્ધિ અંગે નયારા એનર્જીના રિફાઇનરી હેડ અમર કુમારે જણાવ્યું હતું કે“આ પેટન્ટ નયારા એનર્જી માટે એક મહત્વના સીમાચિહ્નરૂપ છે કારણ કે તે નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે પ્રોડક્ટની ગુણવત્તા તો વધારે જ છે, સાથેસાથે ઉદ્યોગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. અમે આ પ્રગતિ અંગેની માહિતી રજૂ કરતા ઉત્સાહિત છીએ અને આ પ્રોસેસને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રિફાઇનિંગ ક્ષેત્રમાં ભાગીદારો સાથે સહયોગ કરવા માટે આતુર છીએ.”

વર્ષોથીનયારા એનર્જી એક અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની તરીકે ઉભરી આવી છે,જેણે ભારતની ઊર્જા સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ભારતની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application