ખંભાળિયામાં નવરાત્રી પર્વની થશે ભવ્ય ઉજવણી

  • October 11, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ખેલૈયાઓ માટે રાસ ગરબાના આયોજન: જોધપુર ગેઈટ ચોકમાં પુરુષોની પરંપરાગત નવરાત્રી



આગામી રવિવાર તારીખ 15 મી થી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થશે. ત્યારે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં નવરાત્રીના વિવિધ આયોજનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.


ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં દાયકાઓ જૂની પરંપરા મુજબ પુરુષોની પ્રાચીન ગરબી આ વખતે પણ યોજવામાં આવી છે. જેમાં જોધપુર ગેઈટ ચોકમાં તારીખ 15 થી તારીખ 23 સુધી દરરોજ રાત્રે દુહા-છંદ તેમજ પ્રાચીન ગરબાઓ સાથે પુરુષોની ગરબી યોજવામાં આવી છે. જોધપુર ગેઈટ યુવક મંડળ દ્વારા અહીં માતાજીની આરતી તેમજ પૂજન-અર્ચન સાથે જાણીતા કલાકારો લખન ગઢવી, આનંદ સમાણી, સન્ની વાઘેલા, હસમુખ ડોડીયા વિગેરે દ્વારા માતાજીની સ્તુતિ કરવામાં આવશે. જે માટે જોધપુર ગેઈટ યુવક મંડળના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


ખંભાળિયા શહેર તથા આસપાસના ખેલૈયાઓ માટે નગરપાલિકા તંત્ર દ્વારા આ વખતે પણ નવરાત્રી રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 15 થી 24 ઓક્ટોબર સુધી અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી શ્રી રાજ્ય પુરોહિત બોર્ડિંગના વિશાળ પટાંગણમાં ખેલૈયાઓ માટે વિનામૂલ્યે રાસ ગરબાનું આયોજન થયું છે. અહીં કોઈપણ પ્રકારની ફી તથા ફાળો લેવામાં આવશે નહીં.

આ આયોજનમાં સહભાગી થવા માટે નગરપાલિકાના સદસ્યો અથવા મોબાઈલ નંબર 7600094444 અથવા 94094 92225 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application