જામનગરમાં જામ્યો નવરાત્રીનો રાસરંગ: પ્રાચીન-અવર્ચિીન ગરબી જોવા લોકો ઉમટી પડયા

  • October 19, 2023 12:08 PM 

શાકમાર્કેટ, પટેલકોલોની, સેતાવાડ, પટેલ સમાજ, પ્રદર્શન મેદાન, ગાંધીનગર, મોમાઇનગર, હાપા, રણજીતનગર સહિતના વિસ્તારોમાં પ્રાચીન ગરબામાં બાળાઓ કરે છે માતાજીની આરાધના: સાત સ્થળોએ અવર્ચિીન ગરબામાં યુવા હૈયાઓનો રાસોત્સવ



નવરાત્રીના રંગભયર્િ માહોલમાં ચાર-ચાર દિવસથી માતાજીની આરાધના કરવામાં આવે છે, ગઇકાલે ચોથા નોરતે નવરાત્રીનો ખરો રંગ જામ્યો છે અને આ રાસરંગ જોવા માટે જામનગરમાં લોકો નિકળી પડયા છે, હવે નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે પ્રાચીન અને અવર્ચિીન ગરબીઓમાં રાસોત્સવ રમાય છે અને હવે આજે પાંચમા નોરતે લોકો મોટી સંખ્યામાં નવરાત્રી મહોત્સવ માણશે, રોગચાળાને કારણે પ્રથમ બે-ત્રણ દિવસ પાંખી હાજરી પણ જોવા મળી હતી, પરંતુ હવે નવરાત્રીનો ખરો રંગ જામી ચૂકયો છે, નાની-નાની બાળાઓ ઠેર-ઠેર માતાજીના ગુણગાન ગાઇ રહી છે, ત્‌યારે આઠેક સ્થળોએ અવર્ચિીન ગરબીઓમાં પણ યુવા હૈયાઓ ડીજે અને સુમધુર સંગીતના સથવારે અવનવા રાસ ઉપર પોતાનું કૌવત દાખવી રહ્યા છે.



પ્રાચીન ગરબીઓની વાત લઇએ તો હજુ પણ જામનગરમાં પ્રાચીન ગરબા જોવાનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને શાકમાર્કેટ પાસેની અંબીકા ગરબી મંડળમાં 64 વર્ષથી શાસ્ત્રીય સંગીતના સથવારે બહેનો માઁ જગદંબાની આરાધના કરીને રાસ ગરબા કરે છે જયારે પટેલકોલોની શેરી નં.6માં પણ સુમધુર સંગીતના સથવારે બાળાઓ માઁ બહુચર અને અંબાને યાદ કરે છે. પ્રદર્શન મેદાનમાં 160 બાળાઓ અલગ-અલગ ગ્રુપમાં માડી તારા અઘોર નગારા વાગે, શંભુ-શંભુ, પોપટના ગીત અને કીડીબાઇની જાન એ ગીત ઉપર બાળાઓ રાસની રમઝટ બોલાવે છે.



પટેલ સમાજની સામે પટેલ યુવક મંડળમાં સળગતા અંગારા ઉપર યુવાનો રાસ રમે છે અને આ ગરબીમાં તલવાર રાસ પણ ખુબ જ આકર્ષણ જમાવે છે, એવી જ રીતે રણજીતસાગર રોડ પર મા કંસારા ગરબી મંડળમાં પણ વર્ષોથી બાળાઓ માઁ જગદંબાની આરાધના કરે છે, લીમડાલાઇનમાં ભારત માતા ગરબી મંડળમાં પણ ઐતિહાસિક પાત્રોએ આકર્ષણ જમાવ્યું છે, ઉપરાંત શહેરમાં અઠંગો, શિવ સ્તુતી, ગણેશ સ્તુતી ઉપર રાસ રમાય છે, ઉપરાંત જેલમાં પણ કેદીઓ પણ માઁ જગદંબાની આરાધના કરે છે અને સાથે જેલનો સ્ટાફ પણ જોડાય છે.



પંચેશ્ર્વર ટાવર પાસે આજુબાજુ શ્રી હીંગળાજ ગરબી મંડળ, ગાયત્રી ગરબી મંડળમાં તલવાર રાસ, મશાલ રાસ અને જુના ગરબાઓ ઉપર નાની-નાની બાળાઓ બે-બે મહીનાની પ્રેકટીસ બાદ રાસની રમઝટ બોલાવે છે. કયાંક ડીજેના સથવારે તો કયાંક સુમધુર સંગીતના સથવારે નવરાત્રી મહોત્સવને આસ્થાભેર મનાવવામાં આવે છે.



ગાંધીનગર બસ સ્ટેન્ડ સામે મોમાઇનગર-5માં શ્રી આશાપુરા ગરબી મંડળમાં 22 જેટલી નાની-નાની બાળાઓ માતાજીના ગરબે ઘૂમે છે અને મચ્છરનગર  સ્થિત આદ્યશકિત ગરબી મંડળમાં નાની બાળાઓ તેમજ ભાઇઓ દ્વારા જુના પ્રાચીન ગરબા ઉપર રાસની ભારે રમઝટ બોલાવે છે, ભાઇઓ દ્વારા તલવાર રાસ અને મશાલ રાસ જોવા માટે લોકો દુર-દુરથી ઉમટી પડે છે અને નાની-નાની ગરબીઓમાં પણ મોટી સંખ્યામાં લોકો બાળાઓના રાસ જોવા માટે ઉમટી પડે છે, વર્ષોથી આ વિસ્તારમાં ત્રણથી ચાર ગરબીઓમાં બાળાઓને લ્હાણી પણ અપાય છે અને દોઢથી બે મહીનાની પ્રેકટીસ બાદ બાળાઓ પોતાનું પરર્ફોમન્સ દેખાડે છે.


ફકત જામનગર જ નહીં કાલાવડ, ખંભાળીયા, ઓખા, દ્વારકા, મીઠાપુર, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, ફલ્લા સહિતના ગામોમાં પણ નવરાત્રી મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે, માતાજીના ભકતો અનુષ્ઠાન કરીને નવ-નવ દિવસ સુધી ઉપવાસ પણ કરે છે, માતાજીના મંદિરોમાં વિવિધ શણગાર આપવામાં આવ્યો છે, સવાર-સાંજ માઁ ગરબા ગાઇને લોકો માતાજીના આશિવર્દિ મેળવે છે અને પ્રસાદ પણ ધરે છે, આઠમના દિવસે હોમ-હવન, બટુક ભોજન સહિત પણ કરવામાં આવે છે, આમ માઁ જગદંબાના આ પર્વની સમગ્ર હાલારમાં હર્ષભેર ઉજવણી થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application