શિમલા પર કુદરતનો પહાડી પ્રહાર

  • August 16, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશના શિમલામાં કૃષ્ણાનગરમાં થયેલા ભૂસ્ખલનમાં બે લોકોનાં મોત થયા છે. મંગળવારે સાંજે અહીં લેન્ડસ્લાઈડ બાદ પાંચ જેટલાં મકાનો ધરાશાયી થયા હતા. એટલું જ નહીં 28 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું કતલખાનું પણ ધ્વસ્ત થયું છે. ત્યારે અહીં પૂરજોશમાં બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યાં છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. ત્યારે મંગળવારે અહીં મૃત્યુઆંક 59ને પાર પહોંચ્યો હતો. વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે. રાજ્યમાં વાદળ ફાટવાના કારણે મંડી અને શિમલા જિલ્લામાં સૌથી વધુ 23 અને 19 મોત થયા છે. તો રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન શિમલાના સમર હિલ વિસ્તારમાંથી વધુ ત્રણ ડેડબોડી મળી આવી છે. ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 59એ પહોંચ્યો છે. અનેક લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા છે. મંડી અને શિમલામાં સ્થિતિ વણસી છે. અનેક રસ્તાઓ બંધ છે. તો આ પહેલાં ભૂસ્ખલન આવતા શિવ બાવડી મંદિર તબાહ થયુ હતુ અને અનેક લોકો તેની નીચે દટાયા હતા. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 12 ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. શિમલા અને અન્ય જગ્યાઓએ ભૂસ્ખલન થઈ રહ્યાં છે અને પરિસ્થિતિ વણસેલી છે. મંગળવારે વધુ એક ભૂસ્ખલન થતાં અનેક દબાયા હતા. શિમલામાં વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application