BREAKING NEWS

ચીનના શિન્જિયાંગમાં કુદરતનો પ્રકોપ: રેતીના તોફાને આખું શહેર ગળી લીધું, ત્યારબાદ ભારે વરસાદથી રાહત

  • April 18, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર-પશ્ચિમ ચીનના શિન્જિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં શુક્રવારે ભયાનક રેતીનું તોફાન ત્રાટક્યું હતું. શિહેઝી (Shihezi) શહેરમાં સાંજે અંદાજે 6:15 કલાકે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી રેતીની વિશાળ દીવાલ જેવું તોફાન ધસી આવ્યું હતું, જેણે જોતજોતામાં આખા શહેરને ધૂળની ડમરીઓમાં લપેટમાં લઈ લીધું હતું.

સીસીટીવીમાં કેદ થયા ભયાનક દ્રશ્યો
શહેરના સર્વેલન્સ ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે સેંકડો ફૂટ ઊંચી રેતીની દીવાલ શહેર તરફ આગળ વધી હતી, જેના કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) શૂન્ય થઈ ગઈ હતી. પ્રાદેશિક રાજધાની ઉરુમ્કીમાં પણ રાત્રે 8:00 વાગ્યે તોફાન ત્રાટક્યું હતું, જ્યાં વિઝિબિલિટી ઘટીને માત્ર 500 થી 1,000 મીટર રહી ગઈ હતી.


વરસાદ બન્યો આશીર્વાદ
રેતીના તોફાનના થોડા સમય બાદ જ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો, જે સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. સ્થાનિક હવામાન વિભાગના ડેપ્યુટી હેડ આન ડોંગલિયાંગે જણાવ્યું હતું કે, "વરસાદને કારણે હવામાં રહેલા રજકણો બેસી ગયા છે અને હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. આ વરસાદથી ખેતીના પાકને થતું નુકસાન પણ અટકશે."


​​​​​​​હવામાન નિષ્ણાતોના મતે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો અભાવ અને ફૂંકાયેલા જોરદાર પવનને કારણે આ રેતીનું તોફાન સર્જાયું હતું. હાલમાં વહીવટીતંત્ર દ્વારા ઈમરજન્સી પ્લાન એક્ટિવ કરી દેવામાં આવ્યો છે જેથી જનજીવન ફરી પાટા પર લાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News