નેશનલ સ્પોર્ટ્સ ડે : રાજકોટમાં રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે કેક કટિંગ, સબ જુનિયર હોકી સ્પર્ધા યોજાઈ

  • August 29, 2023 02:39 PM 

આજે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ  નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.


રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ હોકી ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તેમજ રમતગમત અગ્રણીઓની હાજરીમાં કેક કટિંગ તેમજ મેજર ધ્યાનચંદની છબિને પુષ્પાંજલિ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે પંડિત જવાહરલાલ  નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા યોજાઈ હતી. 


જયારે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દ્વારા રાજકોટ શહેર કક્ષાનો કાર્યક્રમ ૧૫૦ ફિટ રિંગ રોડ – ૨ સ્થિત  જી.કે.  ધોળકિયા ડી.એલ .એસ. એસ. શાળા ખાતે વિવિધ રમતો તેમજ ખેલાડીઓના સન્માન સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો  હતો.


જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના જણાવ્યા અનુસાર, આશરે ૩૫૦ થી વધુ બાળકોએ પરંપરાગત રમતો જેવી કે, લીંબુ ચમચી, કોથળા દોડ, કબડ્ડી સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેસકોર્સ હોકી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અયાઝ ખાન બાબી, અગ્રણીઓ સર્વ વિનેશભાઈ પટેલ, વિક્રમભાઈ જૈન, યોગીનભાઈ છનિયારા, દિવ્યેશભાઈ ગજેરા, વિવિધ સ્ટેટ થી પધારેલા દેવેન્દ્રસિંહજી, ભાનુપ્રતાપસિંહજી, જયદીપસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર  કાર્યક્રમનું  સંચાલન રાજકોટ  હોકીના સેક્રેટરી અને કોચ શ્રી મહેશભાઈ દિવેચા, મનીષભાઈ ત્રિવેદી  તેમજ જયપાલસિંહ જાડેજાએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application