ધ્રોલમાં શ્રીનિવાસ રામાનુજન જન્મ જયંતી અન્વયે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવણી

  • December 25, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદ્યાથીઑ માટે "ગણિત કાર્યશાળા” યોજાઇ


ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર દ્વારા બાળકો રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ સમજે, ગણિતની મુશ્કેલ સંકલ્પનાને પ્રવૃત્તિ દ્વારા સરળતાથી સમજતા થાય તેવા આશયથી “જિલ્લાકક્ષાની ગણિત કાર્યશાળા”નું આયોજન કરવામાં આવેલ.



જેમાં બાળકો માટે બે ગણિત કાર્યશાળાનું આયોજન કરેલ જેમાં પહેલી ગણિત કાર્યશાળામાં ‘પેપર ક્રાફ્ટ વર્ક” વિષય પર બાળકોને કાગળ દ્વારા પપેટ મેકિંગ, ઓરીગામી ગણિત, કાગળ દ્વારા ડાયામીટર માપવું, ગાણિતિક સૂત્રો સમજવા વગેરે ગણિત પ્રવૃતિ કરાવવામાં આવેલ જેમાં ૧૦૦ કરતાં વઘુ બાળકો સામેલ થયેલ. ત્યારબાદ બીજા ગણિત કાર્યશાળામાં તજજ્ઞ હેતલભાઇ દત્તા કે જે 2007થી જામનગર શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષક-જીસીઈઆરટીમાં વૈદિક ગણિત પાઠ્યપુસ્તકના લેખક-વિદ્યા ભારતીમાં વૈદિક ગણિત પ્રાંત સહ પ્રમુખ તેમજ દ્વારકા વિભાગના વૈદિક ગણિત પ્રમુખ છે જેના દ્વારા “વૈદિક ગણિત” કાર્યશાળામાં બાળકોને વૈદિક ગણિત વિશે માહિતી, અવયવ, વર્ગ-વર્ગમૂળ, ઘન-ઘનમૂળ ની સરળ રીતોની બાળકોને તાલીમ આપવામાં આવેલ. આ કાર્યશાળામાં ૨૪૦ કરતાં વધુ બાળકો સામેલ થયેલા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર  ડૉ.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application