ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવાયો

  • November 28, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ અમલમાં આવ્યુ તે મુજબ આજે ૭૫મી વર્ષગાંઠની ઉજવણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાવનગર સહીત સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા મથકો અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૨૬-૧૧-૨૦૨૪ની સવારે ૧૧ કલાકે ભારતીય બંધારણની વર્ષગાંઠની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.
જેના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ ચોકમાં આવેલ ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી તેમજ કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ સંયુક્ત રીતે બધારણના આમુખનું વાંચન કર્યું હતુ અને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ, ભાવનગર જીલ્લા પંચાયતના પુર્વપ્રમુખ સંજયસિંહ સહીતના કોંગ્રેસપક્ષના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application