નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે નિમિત્તે દ્વારકામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આયુર્વેદ ફોર ગ્લોબલ હેલ્થની થીમ હેઠળ તાજેતરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પૂજન યજ્ઞમાં વિશેષ અતિથિઓ તરીકે જિલ્લા ન્યાય તંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આયુર્વેદ અધિકારી વૈદ્ય વિવેક શુક્લ દ્વારા આયુર્વેદ દિવસ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ વૈદ્ય રત્નાંગ દવે દ્વારા પ્રેઝન્ટેશન મારફતે આયુર્વેદની જિલ્લામાં થતી કામગીરીથી સૌને માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ એસ.વી. વ્યાસે આયુર્વેદ બાબતે તેમના અનુભવ જણાવી, અહીંની કામગીરીની પ્રસંશા કરી હતી.
આ આયોજનમાં સૌ પ્રથમ "પ્રાતઃ કાળે અષ્ટાંગ હૃદય"નું સંહિતા પઠન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભગવાન શ્રી ધન્વંતરિનું પૂજન યજ્ઞ કરવામાં આવ્યું. આ ઉપરાંત અતિથિઓનો સત્કાર કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ (પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ) એસ.વી. વ્યાસ, વિજય અગ્રવાલ, ખંભાળિયા તાલુકાના સેવા સમિતિ અધ્યક્ષ (પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ) માયાબેન શુક્લા, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે.કે. હાથિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાના અગ્રણી વામનભાઈ ગોકાણી, નયનાબેન રાણા તેમજ વિવિધ ક્ષેત્રના લોકો આ તકે જોડાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદ્ય જીજ્ઞા કુલર, રત્નાંગ દવે, વિશાલ કારાવદરા, સન્નીભાઈ પુરોહિત, ભાવનાબેન જોશી, અમિતભાઈ ગોહિલ, વિશાખાબેન ચૌહાણ, અભિષેકભાઈ મહેતા, વૈશાલીબેન મહેતા, રક્ષાબેન જોષી, અમિતભાઈ આગ્નેશીયા, કરશનભાઈ બેરા, ભરતભાઈ નંદાણીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech