રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૯ ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં વધારો નોંધાયો છે, જેમાં આજી–૧ અને ન્યારી–૧ ડેમની સપાટી સૌની યોજનાના નર્મદનીરથી વધી છે, યારે અન્ય સાત ડેમની સપાટીમાં નદી,નાળા, ચેકડેમના વહેણથી વધારો નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આજી ૧માં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવતા ૦.૦૭ ફટ, ન્યારી–૧માં પણ સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવતા અડધો ફટ પાણીની આવક થઇ છે.
યારે ન્યારી–૨માં ૦.૧૬ ફટ, ઘેલો સોમનાથમાં ૦.૪૯ ફટ, માલગઢમાં ૦.૮૨ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૨૦ ફટ, મચ્છુ–૩માં ૦.૧૩ ફટ વરસાદી પાણીની આવક નોંધાઇ છે. આજી–૨ ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા તેનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે, નોંધનીય છે કે આજી–૨માં રાજકોટનું ભૂગર્ભ ગટરનું પાણી ઠલવાતું હોય તેમાં પાણીની આવક સતત ચાલુ રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application