વિકસિત ભારત - વિકસિત ગુજરાત: નારીશક્તિ વંદના કાર્યક્રમ ગુજરાતની દરેક વિધાનસભા બેઠક ઉપર યોજાયો હતો ત્યારે રાજકોટ જિલ્લ ામાં ધોરાજી - ઉપલેટા વિધાનસભા બેઠકનો કાર્યક્રમ વિવિધલક્ષી વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ગ્રાઉન્ડ,ઉપલેટા ખાતે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષ ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરી મહિલાઓને આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા વિષે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમમાં ૧૬ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૧૬.૩૦ લાખની સહાય ચુકવવામાં આવી હતી, જેમાં ૧૧ જેટલા સ્વસહાય જૂથના બહેનોને રૂ.૧.૩૦ લાખ રીવોલ્વીંગ ફંડ, ૩ સ્વસહાય જૂથોને રૂ.૧૧ લાખની કેશ ક્રેડિટ લોન, ૨ સ્વસહાય જૂથોના પ્રોડ્યુસર ગ્રુપને રૂ.૦૪ લાખની લોન સહાય ચુકવવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ, ક્વિઝ કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેલ્ફી પોઇન્ટ ઉપર બહેનોએ સેલ્ફી લીધી હતી. આભારવિધિ ચીફ ઓફિસર નિલમ ઘેટીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લ ા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ભાનુબેન બાબરીયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન હુંબલ સહિતના પદાધિકારીઓ, આગેવાનોે, પ્રાંત અધિકારી જે.એન. લીખીયા, ધોરાજી મામલતદાર એ.પી.જોશી, ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી, ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી આદર્શ બસેર, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી શાંતિબેન ઢીલા, ધોરાજી ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા સહીતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech