દ્વારકામાં ગુંજી ઉઠશે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી

  • August 23, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં જન્માષ્ટમીની થશે યાદગાર ઉજવણી: અનેક કાર્યક્રમો: બે લાખથી વધુ લોકો ઉમટી પડશે: કૃષ્ણ ભગવાનના પરપ1 માં જન્મદિવસ નિમિતે મજબૂત સુરક્ષા ચક્રો ગોઠવાયું: મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમોમાં કૃષ્ણભક્તો જોડાશે: હોટલો, ધર્મશાળાઓ થશે ચક્કાજામ: અનેક માર્ગને પણ બંધ કરવામાં આવશે


સોમવારે જન્માષ્ટમી નિમિતે હજારો કૃષ્ણભક્તો દ્વારકાધીશના શરણે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાંથી ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ આવતો જાય છે, એસટી અને રેલ્વે દ્વારા વધારાની બસો અને ટ્રેનો ફાળવવામાં આવશે, જામનગર અને આજુબાજુના વિસ્તારોમાંથી અનેક એસટી બસો દ્વારકા માટે મુકવામાં આવી છે, કૃષ્ણ જન્મોત્સવ માટે લગભગ બે લાખથી વધુ લોકો હાજરી આપવાના હોય, પોલીસ વડા નિતેશ પાંડ્ેયની આગેવાની હેઠળ મજબુત સુરક્ષા ચક્રો ગોઠવી દેવામાં આવ્યો છે, જિલ્લા કલેકટર પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની પણ બેઠક બોલાવવામાં આવી હતી, સાતમ, આઠમના તહેવારોમાં દ્વારકા સ્વચ્છ રહે તે માટેનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે, હોટલો અને રેસ્ટોરન્ટ અને ધર્મશાળાઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે અને સોમવારે નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી... નો નાદ દ્વારકામાં સંભળાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ર6 ઓગષ્ટને સોમવારે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશના પરપ1 ના જન્મોત્સવ મહોત્સવ નિમિતે હોટલ એસો, તંત્ર તથા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગપે સૂચનાઓ આપવામાં આવી છે, કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ગામે ગામથી લોકોનો ઘસારો જોવા મળશે, ત્યારે દ્વારકામાં લોકોની ભારે ભીડ ઉમટી પડશે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાઓ લેવા માટે લોકોને અપીલ કરી છે તથા હોટલ એસો. દ્વારા પોતાની કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે ઘ્યાન દોર્યું છે.

દ્વારકામાં જાહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે, એટલું જ નહીં પવિત્ર ગોમતી નદીમાં લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે, ત્યારે ગોમતી ઘાટ પર પણ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, દ્વારકામાં બહારગામથી પોલીસ તૈનાત કરવામાં આવી છે, હોટલો અને ધર્મશાળાના બુકીંગ ફૂલ થઇ રહ્યા છે, વાહનોના પાર્કીંગ માટે પણ વહીવટી તંત્ર દ્વારા અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહીં વધુ લોકો એકઠા થવાના હોય, તેમના માટે આરોગ્યનો કોઇ પ્રોબ્લેમ ન થાય તે માટે ટેન્ટ ઉભા કરી દેવામાં આવ્યા છે.

જામનગર, હર્ષદ, રાવલ, ઓખા, કલ્યાણપુર, જામજોધપુર સહિતના કેન્દ્રોમાંથી પણ આઠમના દિવસે મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો ભગવાન દ્વારકાધીશને શીશ નમાવવા આવશે, ત્યારે અત્યારથી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેયની ત્રીજા વર્ષની જન્માષ્ટમી દ્વારકા મંદિર, સુદર્શન બ્રીજ સહિતના વિસ્તારોના બંદોબસ્ત માટે એક એસપી, આઠ ડીવાયએસપી તથા 90 જેટલા પીઆઇ, પીએસઆઇ તેમજ 1800 પોલીસ હોમગાર્ડઝ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ એસઓજી તથા એલસીબીનું સતત મોનીટરીંગ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવશે, કૃષ્ણભક્તોને સારામાં સારા દર્શન સરળ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ અપાઇ છે.

જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા જન્માષ્ટમી નિમિતે દ્વારકા દર્શન કરવા આવતા યાત્રિકોને સુચના આપવામાં આવી છે તે મુજબ યાત્રિકોને કોઇ  મુશ્કેલી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કૃષ્ણભકતોનો આ અનેરો તહેવાર સહેલાઇથી ઉજવણીમાં તથા તેના માટે વ્યવસ્થાઓ કરી છે.

દ્વારકાનાં અગ્રણી નિર્મલભાઇ સામાણી દ્વારા જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ ભકતોને સાવચેત રહેવા તથા અમુક જરી સુચનાઓ અપાઇ છે. તેમણે કહ્યું છે કે દ્વારકાનાં વિકાસ અને કૃષ્ણ ભકતોનો પ્રિય તહેવાર જન્માષ્ટમીની ઉજવણી દ્વારકામાં અનેરો લહાવો જોવા મળશે ત્યારે તંત્રની ખુબ જ સુંદર વ્યવસ્થા દિવસે ને દિવસે દ્વારકા આવતા યાત્રિકો માટે કરવામાં આવી છે. યાત્રિકોનાં પ્રવાહમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થામાં યાત્રિકો સાથ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
દ્વારકા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. તુષાર પટેલ દ્વારા કૃષ્ણ ભકતોને સુચનાઓ અપાઇ છે ત્યારે દ્વારકા દર્શન કરવા આવતા યાત્રિકો પોતાનાં બાળકોનાં પોકેટમાં માતા પિતાનાં ફોટા તથા નંબર અચુક રાખવા તેનાથી ભીડમાં કદાચ બાળક વિખૂતો પડી જાય તો પોલીસ તથા અન્ય કોઇ વ્યકિતઓ આસાનીથી બાળકને તેમનાં માતા પિતા સાથે મિલન કરાવી શકે.

હોટલ વીટસ ઓનર્સ એસોસીએશનનાં ઉપપ્રમુખ શૈલેષભાઇ ઘઘડા દ્વારા દ્વારકા આવતા યાત્રિકોને જણાવ્યું છે કે પોતાનો કિંમતી માલસામાન હોટલનાં મમાં સુરક્ષિત સ્થાને મુકી પછી દર્શન કરવા જાય. તંત્રએ કરેલી વ્યવસ્થામાં સાથ અને સહકાર આપે.

નાયબ વહીવટદાર મંદિર દ્વારકા દેવસ્થાન દર્શનભાઇ સાવધારીયા દ્વારા આવતા તમામ કૃષ્ણ ભકતોને મોબાઇલ, કેમેરા તથા પોતાનો કિંમતી માલસામાન હોટલ પર મુકી આવવા માટે અપીલ કરી છે. તમામ રીપોર્ટ વ્યવસ્થાનાં ભાગપે પ્રાંત અધિકારી તેમજ કલેકટરની સુચનાથી લોકોને અગવડ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરાઇ છે તથા લોકોને સુંદર દર્શન થઇ શકે તે માટે તંત્ર ખડે પગે ઉભુ છે.

દ્વારકાધીશ મંદિરનાં નેતાજી પુજારી દ્વારા કહેવાયુ છે કે પ251 મો જન્મ મહોત્સવ કાનાનો વધુ યાત્રિકોને કાનાની ઝાંખી થઇ અને નંદ ઘેર આનંદ ભયોનાં દર્શન થઇ એક અનોખી દ્વારકાની અનુભૂતિ થઇ તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડ. દ્વારા હર વખતની જેમ દ્વારકાધીશ જગત મંદિરને રોશનીથી ઝળહળાવ્યું છે. તંત્ર દ્વારા જન્માષ્ટમીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને કૃષ્ણભકતોનો પ્રવાહ દ્વારકાધીશને આંગણે ચાલુ થઇ ગયો છે. ત્યારે રિલાયન્સ ઇન્ડ. દ્વારા દ્વારકા જિલ્લામાં રોશનીથી આખો જિલ્લો શણગારી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application