નાનામવા જમીન સોદો રદ: ૧૮ કરોડ જપ્ત થશે

  • March 07, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે એક કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રાજકોટ મહાપાલિકાના ઇતિહાસના સૌથી મોટા સોદા મામલે આકરો અને સીમાચિન્હપ કહી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો, નાના મવા કોર્નરના પ્લોટનો જમીન સોદો રદ કરવા અને ખરીદનાર બિલ્ડરએ હાલ સુધીમાં હે હે ભરેલી કુલ .૧૮ કરોડ ૦૯ લાખ ૩૪ હજાર ૬૦૧ની રકમ જ કરવા નિર્ણય કર્યેા હતો.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આ અંગે જણાવ્યું હતું કે જમીન ખરીદનારએ કમિશનરને કરેલી અરજીને ધ્યાને લઈ સ્ટેન્ડિંગ કમિટીની ગત મિટિંગમાં અભ્યાસ અર્થે આ દરખાસ્ત આગામી સ્ટેન્ડિંગ મિટિંગ સુધી પેન્ડિંગ રાખવા નિર્ણય કરાયો હતો, યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે વ્યાપક જન હિતમાં જમીન ફાળવણી રદ કરવાની અને રકમ જ કરવાની આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજુર કરી હતી. દરખાસ્ત મંજુર થતા હવે પ્લોટ ફાળવણી રદ કરવા તેમજ હાલ સુધીમાં ખરીદનારએ હે હે ભરપાઇ કરેલી કુલ .૧૮.૦૯ કરોડની રકમ જ કરવા માટે જે કઇં કાર્યવાહી કરવાની થાય તે કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવાનું પણ ઠરાવવામાં આવ્યું છે તેમ ચેરમેનએ ઉમેયુ હતું.


૨૦૨૧માં ઓનલાઇન ઓકશન થયું હતું ત્રણ વર્ષે પણ પુરી રકમ ન ચૂકવતા નિર્ણય
નાનામવા મેઇન રોડ ઉપર સિલ્વર હાઇટસ બિલ્ડીંગની સામેનો કોર્નરના પ્લોટની જમીનનો સોદો થયા બાદ બાકી રહેતી રકમ .૧૦૧ કરોડ ૩૪ લાખ ૭૩ હજાર ૮૪૦ ભરપાઇ કરવા માટે વારંવાર નોટીસ પાઠવવા છતાં બીડર મે.ઓમ નાઇન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઇ ચુડાસમા દ્રારા બાકી રહેતી રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઇ ન કરતા ટેન્ડરનાં એનેક્ષર–બી શરત નં.૭ મુજબ બીડર દ્રારા ભરપાઇ કરેલ તમામ રકમ .૧૬ કરોડ ૯૧ લાખ ૩૭ હજાર ૧૦૧ તથા ઇએમડી પેટેની રકમ .૧ કરોડ ૧૭ લાખ ૯૭ હજાર ૫૦૦ મળી કુલ .૧૮ કરોડ ૦૯ લાખ ૩૪ હજાર ૬૦૧ જ કરી ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઇ ચુડાસમાને ફાળવેલ પ્લોટની હરરાજી રદ કરવા મ્યુનિ.કમિશનર દ્રારા કરાયેલા નિર્ણય અન્વયે આજે સ્ટેન્ડિંગ કમિટિ દ્રારા નિર્ણય કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application