દરેકને અનીસ બઝમીની 2007ની ફિલ્મ વેલકમ યાદ છે. ફિલ્મના ડાયલોગ્સ, કોમેડી પંચ, એક્ટિંગ, બધું જ જબરદસ્ત હતું. આ ફિલ્મમાં નાના પાટેકરે ઉદય શેટ્ટીની ભૂમિકા ભજવી હતી. આ રોલ આઇકોનિક બની ગયો છે પરંતુ શું જાણો છો કે શરૂઆતમાં નાના પાટેકર ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા તૈયાર નહોતા.
નાના પાટેકર સ્ક્રિપ્ટ સાંભળવા તૈયાર ન હતા
અનીસ બઝમીએ નાના પાટેકર સાથે કામ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું- તે કહાની સાંભળવા તૈયાર નહોતા. તેણે મને કહ્યું કે મારે કહાની નથી સાંભળવી, અનીસ. તું તારી મા ના સમ ખા અને મને કહે કે મારે આ કરવું જોઈએ કે નહીં.
અનીસે કહ્યું કે તે નાના પાટેકરનો મોટો ફેન છે. તેને નાના પાટેકરની એક્ટિંગ સ્કિલ ખૂબ જ પસંદ છે. તેણે કહ્યું કે જ્યારે તેણે ઉદય શેટ્ટીના રોલની કલ્પના કરી તો તેણે તેના માટે માત્ર નાના પાટેકરની જ કલ્પના કરી હતી. અનીસે જણાવ્યું કે નાના પાટેકરે આ રોલ ખૂબ જ ગંભીરતાથી કર્યો હતો. બાદમાં તેણે નાના પાટેકરને 3 કલાક સુધી સ્ક્રિપ્ટ સંભળાવી અને સ્ક્રિપ્ટ સાંભળીને અભિનેતા ઘણો ખુશ થયો. નાના પાટેકર ભાવુક થઈ ગયા અને તેમને ગળે લગાવી લીધા.
વેલકમમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર, ફિરોઝ ખાન અને મલ્લિકા શેરાવત જેવા સ્ટાર્સ પણ હતા.
ભુલ ભુલૈયા 3 લઈને સાથે આવી રહ્યા છે અનીસ બઝમી
અનીસ બઝમીની ફિલ્મ વિશે વાત કરીએ તો તેણે ભૂલ ભૂલૈયા 3 ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech