‘નમો ડ્રોન દીદી યોજના’ બની સૌના આકર્ષણનું કેન્દ્ર...જાણો આ યોજના વિશે

  • November 30, 2023 08:19 PM 

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૩૦મી નવેમ્બરે લાભાર્થીઓ સાથે સંવાદ કરવા સાથે બે નવી યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યોજના લોન્ચ થયા બાદ જસદણ તાલુકાના રામળિયા ખાતે ખેતી પાકમાં ડ્રોનનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું. 


મહિલાઓ માટે યોજના આવી અમલમાં

મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.


રામળિયા ગામ ખાતે રાજ્યના જળસંપત્તિ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈના હસ્તે આ ડ્રોન ઉડ્ડયનનો પ્રારંભ કરાવ્યા બાદ, ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ઊભા પાક વચ્ચે કઈ રીતે અસરકારકતાથી ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવ કરી શકાય તે સૌએ અચરજ સાથે નિહાળ્યુ હતું. 


આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમર, જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેશ નાકિયા, રામળિયાના સરપંચ મુન્નાભાઈ સિતાપરા અન્ય અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘નમો ડ્રોન દીદી યોજના’ લોન્ચિંગ સાથે આ યોજના અંતર્ગત દેશભરમાં ૧૫ હજાર સ્વસહાય જૂથોને નમો ડ્રોન આપવાની જાહેરાત કરી હતી. આ તકે વડાપ્રધાને કહ્યું હતું કે, આ યોજના ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારશે. સાથે ખેતીક્ષેત્રે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને તેઓના ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિ થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application