ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશમાં યુવાનોના આકસ્મિક મૃત્યુને લઈને મોટો ખુલાસો કર્યેા છે. આઈસીએમઆરએ એક અભ્યાસ બાદ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષેામાં ભારતમાં યુવાનોના અકાળે મૃત્યુનું કારણ કોવિડ રસીકરણ નથી પરંતુ કંઈક બીજું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ રાયસભામાં આઈસીએમઆરનો આ અભ્યાસ અહેવાલ રજૂ કર્યેા હતો.નોંધનીય છે કે કોવીડ પછી યુવાઓના અચાનક મોત નો સિલસિલો દેશભરમાં શ થયો હતો અને તેના લીધે દેશવાસીઓમાં એ બાબત ચિંતાનું ઘર કરી ગઈ હતી કે અચાનક મોત પાછળ વેકસીન જવાબદાર છે.
આઈસીએમઆરના અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોવિડ રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અસ્પષ્ટ્ર અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી . કોવિડ રસી નહી પરંતુ આ ૫ કારણો યુવાનોના અચાનક મૃત્યુ માટે જવાબદાર છે'
એક પ્રશ્નના જવાબમાં, જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આઈસીએમઆર અભ્યાસમાં નિષ્કર્ષ પે દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ –૧૯ રસીકરણને કારણે ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. આ અભ્યાસ દર્શાવે છે કે રસીકરણ ખરેખર આવા મૃત્યુની શકયતા ઘટાડે છે. વાસ્તવમાં, કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કોવિડ રસીકરણને કારણે યુવાનો અકાળે મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ આ અહેવાલે આ આશંકાઓને ઘણી હદ સુધી દૂર કરી દીધી છે.
આઈસીએમઆર દ્રારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ૧૮–૪૫ વર્ષની વયના વ્યકિતઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જે દેખીતી રીતે સ્વસ્થ હતા અને તેમને કોઈ જાણીતી બીમારી નહોતી અને જેઓ ૧ ઓકટોબર, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધન ૧૯ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. અભ્યાસના વિશ્લેષણમાં, કુલ ૭૨૯ કેસ એવા હતા જેમાં અચાનક મૃત્યુ થયા હતા, યારે ૨૯૧૬ સેમ્પલ એવા હતા જે હાર્ટ એટેક પછી સાચવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે કોવિડ–૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ, ખાસ કરીને બે ડોઝ લેવાથી, કોઈપણ કારણ વિના અચાનક મૃત્યુની શકયતા નોંધપાત્ર રીતે ઘટાડે છે
આઈસીએમઆરના લેટેસ્ટ સંશોધનને ટાંકીને સંસદમાં બયાન આપ્યુંરસીની અસર સિવાયના પાંચ કારણ ગણાવી દીધાં
આ અભ્યાસમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. જેમાં કોવિડ –૧૯ માં હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ. પરિવારમાં અચાનક મૃત્યુનો ઇતિહાસ. મૃત્યુના ૪૮ કલાક પહેલા દા પીવો. મનોરંજન માટે માદક દવાઓનો ઉપયોગ. મૃત્યુના ૪૮ કલાકમાં અતિશય શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત) સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે 'એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન' નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન વિશે જાગકતા વધારવા માટે, નડ્ડાએ જણાવ્યું હતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોટિગ વધારવા માટે રાયોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકાર જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech