રાજકોટની એસએનકે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલમાં ભણતી ધો.6ની વિદ્યાર્થીની સાથે ધો.11ના વિદ્યાર્થીઓ છેડતી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો હતો. તેમજ વિદ્યાર્થિનીના માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. જોકે અડધો કલાકમાં પોલીસ આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટિંગાટોળી કરતા SNK સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લાગ્યા હતા.
અમે પોલીસ કમિશનરનો ઘેરાવ કરતા પણ અચકાશુ નહીં
SNK સ્કૂલની ધોરણ 6ની વિદ્યાર્થિનીની પજવણી મામલે આજે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકર્તાઓ સૂત્રોચાર સાથે સ્કૂલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીને ન્યાયની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, નામાંકિત એસએનકે સ્કૂલમાં વારંવાર વિવાદો થતા રહે છે ત્યારે હવે એક વિદ્યાર્થિનીના રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ અન્યથા અમે પોલીસ કમિશનરનો ઘેરાવ કરતા પણ અચકાશુ નહીં.
એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવે છે તે પણ બંધ થવો જોઈએ જેથી અમે એલાન કરીએ છીએ કે, હવે પછી માત્ર SNK કે નહીં પરંતુ રાજકોટની એક પણ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે તો એનએસયુઆઈ હલ્લાબોલ કરશે. જોકે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને એક પછી એક કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જે દરમિયાન એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો હતો. જેને કારણે પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું જોકે બાદમાં પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
શું છે સમગ્ર મામલો
રાજકોટની એસએનકે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલમાં ભણતી ધો.6ની વિદ્યાર્થીની સાથે ધો.11ના વિદ્યાર્થીઓ છેડતી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો છે. તેમજ વિદ્યાર્થિનીના માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધો. 11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી
વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બે મહિનાથી ચાલે છે. છતાં સ્કૂલે કોઈ એક્શન લીધા નથી. ધો. 11ના છોકરાઓ અમારા પર બુલી કરે અને રોફ જમાવે છે. જેમ ફાવે તેમ અમારા માતા-પિતાને પણ બોલે છે. આ છોકરાઓ અમને માર માર્યો છે. પૂરી હાલત ખરાબ થઈ ગઈ છે અને માથું દુખે છે. સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી છતાં કોઈ એક્શન લીધા નથી એટલે અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે બસમાં એન્ટર થઈએ ત્યારે છોકરાઓ પગ વચ્ચે રાખે છે. અમારું બેગ સ્હેજ પણ અડી જાય એટલે અમારા માતા-પિતા સામી ગાળો આપે છે.
મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી
વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે તો હદ જ થઈ ગઈ. અમે તે લોકોને પાંચવાર વોર્નિંગ આપી, અમે તેઓને કહ્યું કે, અમારી સળી કરવાની રહેવા દ્યો. છતાં એ લોકો માનતા નથી. આજે છોકરાના માતા-પિતા અને અમારા પેરેન્ટ્સ આવ્યા હતા. તેમ છતાં તેમના પેરન્ટ્સે અમને જ માર્યા હતા. વાળ પકડીને રોડ પર પછાડીને જતા રહ્યા. અમારી માંગ એટલી છે કે, અમારે એ લોકોને સસ્પેન્ડ કરાવવા છે. અમારે એ છોકરાઓ સ્કૂલમાં કે બસમાં નથી જોઈતા. મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી છે. વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, પાંચથી છ મહિનાથી ફરિયાદ કરી છતાં કોઈએ પગલા લીધા નથી. લેડીસ ઉપર ઢોર માર મારવામાં આવ્યો છે.
ABVPએ રજૂઆત કરવા સ્કૂલે ગયું તો થયું આવું
આ ઘટનાની જાણ થતાંની સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો ગઈકાલે બપોરના સમયે એસએનકે સ્કૂલ પર પહોંચી સંસ્થામાં પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, તેઓને સિક્યુરિટીમેન દ્વારા દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આ અંગે ABVPના હોદ્દેદારોએ સંસ્થાના સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ 14 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
'છેડતીના આક્ષેપ બાબતે અમારી તપાસ ચાલુ છે'
જોકે, આ મામલે એસએનકે સ્કૂલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કૂલમાં ધો.9ની વિદ્યાર્થિનીઓની ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે બાબતે હાલ અમારી તપાસ ચાલુ છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ બે જ દિવસમાં આવી જશે. આજે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યારે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ત્યાં આવ્યા હતા. જેઓને બે દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી બાહેંધરી આપી હોવા છતાં તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech