દાહોદના સિંઘવડ ગામે ૬ વર્ષની માસુમ ફત્પલ જેવી બાળકીની શારીરીક છેડછાડ કરી કારમાં લઈ જઈ હત્યા કરનાર નરાધમ નીચ આચાર્ય ગોવિંદ નટ સામે ગુજરાતભરમાં રોષ ભભુકયો છે. કોંગ્રેસ દ્રારા આ ઘટનાની તિવ્ર આલોચના સાથે રાયમાં દેખાવો વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજે રાજકોટના કોટેચા ચોકમાં કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઈ દ્રારા નીચતાની પરાકાષ્ટ્રા આચારનાર અને શિક્ષણ જગતને કલંકીત કરનાર આચાર્યના આ અધમ કૃત્ય સામે દેખાવો કરીને ચકકાજામ કર્યેા હતો. પોલીસે દોડી જઈ દેખાવકર્તાઓને રસ્તા પરથી ખદેડયા હતા.
પાશવી કૃત્ય કરનાર પ્રાથમીક શાળાના આચાર્ય ગોવિંદ નટ ઉ.વ.૫૬ પોતાની પૌત્રીની ઉંમરની ૬ વર્ષની બાળકીને કારમાં ઉઠાવી ગયો હતો અને શારીરીક છેડછાડ કરીને હત્યા નિપાજાવી નાખી હતી. ત્રણ દિવસ પુર્વેની આ ઘટનામાં આરોપી ભાજપ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો હોવાના આક્ષેપો અને ફોટાઓ પણ વાયરલ થયા હતા. આ ઘટનાથી શાસક પક્ષ બેકફત્પટ પર અને વિપક્ષ કોંગ્રેસ ફ્રટં લાઈનમાં વિરોધમાં આવી છે. ઠેર ઠેર દેખાવો સાથે આજે કોટેચા ચોકમાં એનએસયુઆઈના કાર્યકરો એકઠા થઈ નાલાયક આચાર્ય સામે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા અને ચકકાજામ સાથે રાજકીય વિરોધ વ્યકત કર્યેા હતો. ચકકાજામ થતાં પોલીસ દોડી આવી હતી. દેખાવકર્તાઓને દુર કર્યા હતા. જો કે, આ સમયે દેખાવકર્તાઓએ સંયમ ગુમાવ્યો હોય તે રીતે પોલીસની કાર પર ચડી ગયા હતા. આ દ્રશ્યો જોનારા વ્યકિતઓમાં ચોકકસપણે એવું થતું હશે કે રજુઆત સાચી હતી પરંતુ રીત ખોટી કહેવાય. પોલીસે પણ પીસીઆર પર ચડેલા દેખાવકર્તાઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી. જો આ નવો ટ્રેન્ડ ચાલુ થશે તો પોલીસ માટે મુશ્કેલીરૂપ કહી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech