કાશ્મીરમાં એનઆઈટીના વિધાર્થી પર પૈગમ્બરના અપમાનનો આરોપ

  • December 01, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રીનગરમાં નેશનલ ઈન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજીના વિધાર્થીએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આથી અહીના અન્ય વિધાર્થીઓ એ હંગામો મચાવી દીધો હતો અને તેના લીધે પરિસ્થિતિ તગં બની જવા પામી છે. આ અંગે વિધાર્થી વિદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તો હંગામાને કારણે કોલેજ બધં કરી દેવામાં આવી છે.


જમ્મુ–કાશ્મીરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઘણા દિવસોથી હંગામો ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા અહીંના કેટલાક વિધાર્થીઓ પર વલ્ર્ડ કપમાં ભારતની હારનો જશ્ન મનાવવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે કેટલાક વિધાર્થીઓ વિદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ મામલો થાળે પડતાં હવે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. એક વિધાર્થીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આરોપ છે કે આ પોસ્ટમાં કેટલીક એવી સામગ્રી હતી જેનાથી ચોક્કસ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આરોપ છે કે આ પોસ્ટમાં પ્રોફેટ મોહમ્મદનું અપમાન કરવામાં આવ્યું છે. કોલેજ પ્રશાસનને આ વાતની જાણ થતાં જ તેણે આરોપી વિધાર્થી વિદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


કાશ્મીર પોલીસના આઈજી વીકે વિરડીએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. પોલીસને એનઆઈટી કેમ્પસમાં વિધાર્થીઓના વિરોધની માહિતી મળી હતી. યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે એક વિધાર્થીએ સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી હતી. જો કે, આ વીડિયો વિધાર્થીનો નથી, પરંતુ યુટુબ પરથી લેવામાં આવ્યો છે. વિરડીએ વધુમાં કહ્યું કે પોસ્ટની સામગ્રીથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમના જણાવ્યા અનુસાર, પોલીસનેનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજિસ્ટ્રાર પાસેથી લેખિત ફરિયાદ પણ મળી છે અને તેના આધારે કાયદાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે મેનેજમેન્ટ દ્રારા શ્રીનગરના નિજીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, પ્રથમેશ શિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શ્રીનગરમાં કેમિકલ એન્જિનિયરિંગના સાતમા સેમેસ્ટરનો વિધાર્થી છે. ડીન વિધાર્થી કલ્યાણને તેમની વિદ્ધ સોશિયલ મીડિયા પર નિંદા અને ઇસ્લામોફોબિક સામગ્રી પોસ્ટ કરવા બદલ ફરિયાદ મળી છે. આ અંગે સંસ્થાએ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ  કરી છે. ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે, પ્રથમેશ શિંદેના આ કૃત્યથી ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે, જે સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડે તેવી શકયતા છે અને કોલેજ કેમ્પસની અંદર અને બહાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ શકે છે. અમે નિગિન પોલીસને વિનંતી કરીએ છીએ કે પ્રથમેશ શિંદે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિંદાજનક સામગ્રી અપલોડ કરવા બદલ ફરિયાદ નોંધે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application