નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ–એ–મોહમ્મદ સાથે જોડાયેલા વ્યકિતઓ મામલે તેની ચાલી રહેલી તપાસના ભાગપે પાંચ રાયોમાં ૧૯ સ્થળોએ સર્ચ હાથ ધયુ હતું. ગુજરાત,જમ્મુ–કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર્ર અને ઉત્તર પ્રદેશમાં શકમંદોના ઠેકાણાઓ પર સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન આતંકવાદી પ્રચાર અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓના ફેલાવાને રોકવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત
કરે છે.
સાણદં નજીક આવેલા ચેખલા ગામમાં એનઆઇએની ટીમે મોડી રાતથી કાર્યવાહી શ કરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદીલ વેપારીની ધરપકડ કરી છે. તેના આતંકવાદી સંગઠન જૈશ–એ–મોહમદં સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે.
જૈશ–એ–મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નેટવર્કને નબળા પાડવા માટે આ દરોડા અત્યતં મહત્વપૂર્ણ ગણાય છે, જેમાં તેઓની નાણાકીય સહાય અને મજબૂતાઈના ક્રોત શોધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન એનઈએ એ વિવિધ સ્થળોથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને મોબાઈલ ફોન જ કર્યા છે, જે આતંકવાદીઓના નેટવર્ક સાથે જોડાયેલા સંકેતો આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અનંતનાગ અને બડગામ જેવા વિસ્તારોમાં શંકાસ્પદ ઇમારતો અને ઘરોમાં દરોડા પાડી આતંકવાદને મજબૂત પાડનારા ચક્રોને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંભવિત નાણાકીય મદદપેતાઓ અને રોકડ પ્રવાહના ક્રોતો શોધવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આતંકવાદ વિરોધી એજન્સીએ પાંચ રાયોમાં અનેક સ્થળોએ દરોડા પાડા અને શેખ સુલતાન સલાહ ઉદ્દીન અયુબી ઉર્ફે અયુબી તરીકે ઓળખાતા વ્યકિતની ધરપકડ કર્યાના બે મહિના પછી આ પગલું આવ્યું છે. આસામ, મહારાષ્ટ્ર્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ–કાશ્મીરમાં ૨૬ સ્થળોએ સર્ચ કર્યા બાદ અયુબીની અટકાયત કરવામાં આવી હતી.
ઓપરેશન બાદ અન્ય કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન, એનઆઈએ ટીમોએ અનેક ગુનાહિત દસ્તાવેજો, ઈલેકટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટસ અને મેગેઝિન જ કર્યા છે.
એનઆઈએએ ત્યારે કહ્યું હતું કે શકમંદો જૈશ–એ–મોહમ્મદ સાથે સંકળાયેલા લોકોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદ સંબંધિત પ્રચાર ફેલાવવામાં અને જૈશ–એ–મોહમ્મદથી પ્રેરિત જમાત સંગઠનમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવામાં રોકાયેલા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationChess World Champion: ભારતનો ડી ગુકેશ બન્યો સૌથી નાની વયનો વર્લ્ડ ચેમ્પિયન
December 12, 2024 07:11 PMપુરુષોમાં પેટના કેન્સરનું જોખમ વધારે, જાણો તેના કારણો
December 12, 2024 05:48 PMબાજરીના રોટલા સાથે આ 3 વસ્તુઓ બિલકુલ ન ખાવી ,નહીતર બીમારીને આમંત્રણ
December 12, 2024 05:13 PMઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech