માનવ તસ્કરીના મામલામાં એનઆઈએ(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. 6 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય યુવાનોને લલચાવીને વિદેશમાં તસ્કરી કરી અને સાયબર ફ્રોડમાં સામેલ નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે દબાણ કર્યુ હતું. આથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સાબદી બની છે અને ખાસ ઈનપુટના આધારે દરોડાની કાર્યવાહી કરી રહી છે. જો કે હજુ કોઈ નક્કર બાબત સામે આવી નથી. સુત્રોએ જણાવ્યું હતું કે તપાસ શરુ છે. તપાસ પૂર્ણ થયા બાદ વિગતો આપી શકાશે.
ગયા વર્ષે, સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને 303 મુસાફરોને લઈને પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની શંકાના આધારે અટકાવવામાં આવી હતી. જે બાદ અટકાયત કરાયેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. એરબસ 340, જે રોમાનિયન ચાર્ટર કંપ્ની લિજેન્ડ એરલાઇન્સની છે, તેણે સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી અને ઇંધણ ભરવા માટે પૂર્વી ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતરાણ કર્યું.
આ સંદર્ભે, પેરિસના સરકારી વકીલે જણાવ્યું હતું કે માનવ તસ્કરી વિશેની એક અનામી માહિતી પછી સત્તાવાળાઓએ કડક પગલાં લીધાં અને ફ્લાઇટને અટકાવી દીધી. સમાચાર મુજબ, ફ્લાઇટમાં કેટલાક મુસાફરો માનવ તસ્કરીના શિકાર હતા. વિમાનમાં સવાર લોકો સુધી પહોંચવા માટે ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો હતો.
અધિકારીઓ તપાસ કરવા અને મુસાફરોની સુખાકારીની ખાતરી કરવા માટે સ્થળ પર પહોંચ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech