સાણંદમાં NIAનું ઓપરેશન, મદ્રેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની શંકા

  • December 12, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લાં ઘણાં વર્ષોથી આતંકી સંગઠનનાં મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયાં છે, જેમાં ખાસ કરીને કેટલાંક ખાસ ગ્રુપ બનાવીને એમાં લોકોને અલગ અલગ મોડ્યૂલમાં વિચારધારા સાથે જોડીને ત્યાર બાદ તેમને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાની અનેક બાબત સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. એ બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

સાણંદ પાસે આવેલા એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામની એક વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાઈ ગઈ હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે તેણે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડીરાતે તેની અટકાયત કરી છે. આદિલ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત દેશ વિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application