નીટ-યુજી પરીક્ષા જેઈઈ મેઈન્સની જેમ ઓનલાઈન યોજાવાની શક્યતા

  • July 09, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેઈઈ મેઈન્સ પેટર્નને અનુસરીને નીટ-યુજી પરીક્ષાઓ ઓનલાઈન યોજાય તેવી શક્યતાઓ છે આ વર્ષની કસોટીમાં વ્યાપક ગેરરીતિઓના અહેવાલો પછી આ બાબતે વિચારણા થવી પણ જરૂરી છે, કેમ કે દેશભરના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ના ભવિષ્યનો સવાલ છે.આગામી વર્ષોમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ સ્ટડીઝ માટેની રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષાને જેઈઈ મેઈન્સ જેવા જ કમ્પ્યુટર-આધારિત ફોર્મેટમાં રૂપાંતરિત કરવાની વિચારણા ચાલી રહી છે અને તેમાં કેન્દ્ર તરીકે નીટ-યુજી ઑનલાઇન થવાની શક્યતા છે. એક અહેવાલમાં નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વિચાર પર ખાસ સમિતિ કામ કરી રહી છે જેને સંબંધિત ફેરફારો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક નિર્દેશ જારી કરવામાં આવ્યો નથી. સ્પધર્ત્મિક પરીક્ષાઓ (નીટ-યુજી અને અન્ય પરીક્ષાઓ) ને લગતા વિવાદે તાજેતરમાં ભડકો કર્યો છે જેના લીધે આ પરીક્ષાઓ ઑનલાઇન થવાની જરૂર છે.દેશભરમાં લગભગ 4,000 કેન્દ્રો એવા છે કે જ્યાં આ પરીક્ષા લેવામાં આવે છે અને તે બધાને કોમ્પ્યુટર અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવું એક પડકાર હશે. જો કે, એ વાતનો ઇનકાર કરી શકાતો નથી કે આ પરીક્ષાઓ જેઇઇ મેઇન્સની જેમ ઓનલાઈન લેવાનો સારો વિચાર હશે, અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જો કે, આ માટે ’મેજર સ્કેલિંગ અપ’ની જરૂર પડશે.


સુપ્રીમ કોર્ટે કબૂલ્યું કે પેપર લીક થયું હતું

સુપ્રીમ કોર્ટે સોમવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રને તમામ વિગતો સાથે તેમની એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું અને નીટ-યુજી પરીક્ષામાં 10 જુલાઈના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો.સુપ્રીમ કોર્ટેકહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે 5 મેના રોજ યોજાયેલ નીટ-યુજીમાં પ્રશ્નપત્ર લીક થવાથી ચેડાં કરવામાં આવ્યા હતા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને તેનો લાભ મેળવનારા ઉમેદવારોને ઓળખવા માટે લેવામાં આવેલા પગલાં વિશે જણાવવા જણાવ્યું હતું.


વધુ સુનાવણી 11મી જુલાઈએ
આ કેસની વધુ સુનાવણી 11મી જુલાઈએ થશે.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પેપર લીક થયા હોય તેવા કેન્દ્રો/શહેરોને ઓળખવા અને તેના લાભાર્થીઓને ઓળખવા માટે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને લીધેલા પગલાં વિશે પણ તેમને જણાવવા તાકીદ કરી હતી કે વાસ્તવમાં પેપર લીક કેવી રીતે થયું તે કહો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application