અમરેલીમાં સતત આવી રહેલા ભૂકંપને લઈને NDRFની ટીમે મીતીયાળા ગામે બાળકોને કુદરતી આફત સમયે સેફ્ટી અંગે આપી જાણકારી

  • February 28, 2023 04:46 AM 

Aajkaalteam

અમરેલીમાં સતત ભૂંકપના આંચકા આવી રહ્યા છે. તેને લઈને આજે એટલે કે સોમવારે NDRFની ટીમે અમરેલીના મીતીયાળા ગામની મુલાકાત લીધી હતી. જેમાં બાળકોને ભૂકંપ જેવી આવતી કુદરતી આફત સમયે સેફ્ટી અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં મીતીયાળા સહિતના આજુબાજુના ગામોમાં આવેલા ભૂકંપના આંચકાની વાત કરીએ તો એવરેજ 3.4ની તીવ્રતાના હોય છે.


અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં સતત ભૂકંપના આંચકાઓ છેલ્લા કેટલાય દિવસથી આવી રહ્યા છે. જેને લઈને આજે NDRF ની ટીમે લીધી મીતીયાળા ગામની મુલાકાત લીધી હતી. NDRF દ્વારા વિદ્યાર્થી બાળકોને ભૂકંપ  જેવી કુદરતી આફત સમયે સેફ્ટી અંગે સમજણ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, મીતીયાળા સહિતના ગીરના ગામડાઓમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવે છે. અને આવતીકાલે ખાંભાના સમઢીયાળા સ્કુલ ખાતે NDRF ની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application