સુનીતાની વાપસી માટે નાસાનું આગામી અવકાશયાત્રી પ્રક્ષેપણ પણ પાછું ઠેલાઈ

  • August 07, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે વધુ સમય મળે તે માટે નાસા તેના આગામી અવકાશયાત્રીના પ્રક્ષેપણમાં વિલબં કરી રહ્યું છે. સ્પેસ એજન્સીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તે સ્પેસએકસની ચાર વ્યકિતની લાઇટને આ મહિને લોન્ચ નહી કરાય અને આવતા મહિને ખસેડવી પડી રહી છે. હવે તેને વહેલી તકે ૨૪ સપ્ટેમ્બરે અવકાશમાં મોકલાય તેનું લય રાખવામાં આવ્યું છે. બે અવકાશયાત્રીઓ તેમના બોઈંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત ફરી શકયા નથી. તેમને પરત લાવવા માટે હજી વધુ સમયની જર છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે તે સ્પેસએકસની ચાર વ્યકિતની લાઇટને આ મહિનાથી આવતા મહિને ખસેડી રહી છે. હવે તેને વહેલી તકે ૨૪ સપ્ટેમ્બરનું લય રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂનમાં ટેકઓફ કર્યા પછી બોઈંગના સ્ટારલાઇનર કેપ્સ્યુલને ત્રાટકેલા હિલીયમ લીક અને થ્રસ્ટરની ખામીઓનું વિશ્લેષણ કરવા માટે તે તેમને વધુ સમય આપશે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બંને અવકાશયાત્રીઓ તેમના બોઈંગ સ્ટારલાઇનર સ્પેસક્રાટમાં તકનીકી સમસ્યાઓના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પાછા ફરી શકયા નથી.
નાસા બે અનુભવી અવકાશયાત્રીઓના પરત ફરવા માટે તેના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, જેમાં સ્પેસએકસ કેપ્સ્યુલમાં રાઇડ હોમનો સમાવેશ થાય છે. નાસા અને બોઈંગ અવકાશયાનની તૈયારીનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે અને સ્ટારલાઇનરના વળતર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સ્પેસ સ્ટેશન પરના માત્ર બે ડોકીંગ પોર્ટ અમેરિકન અવકાશયાત્રી કેપ્સ્યુલ્સને સમાવી શકે છે અને અત્યારે બંને પર કબજો છે. તેથી આગામી સ્પેસએકસ ક્રૂ આવે તે પહેલાં એકને ખાલી કરાવવું પડશે. રશિયા પાસે તેના સોયુઝ કેપ્સ્યુલ્સ માટે તેના પોતાના પાકિગ લોટ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application