એવું નથી કે નાસાએ નીલા રાજેન્દ્રને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી તરત જ નાસાએ તેમને બરતરફ ન થવા દેવાના પ્રયાસમાં તેમના પદનું નામ બદલીને ‘ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસના વડા’ રાખ્યું હોવાના અહેવાલ છે પરંતુ આખરે તેને બચાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા.
ગયા અઠવાડિયે નાસાની જેટ પ્રોપલ્શન લેબ (જેપીએલ) દ્વારા શેર કરાયેલા ઇમેઇલ અપડેટમાં કર્મચારીઓને નીલા રાજેન્દ્રના નિવૃત્તિની જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નાસાના જેપીએલ ડિરેક્ટર લૌરી લેશિન દ્વારા મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં લખ્યું છે કે નીલા રાજેન્દ્ર હવે જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતા નથી. તેમણે અમારા સંગઠન પર જે કાયમી અસર કરી છે તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.
નોંધનીય છે કે ગયા વર્ષે જ્યારે નાસાની જેટ પ્રોપલ્શન લેબ ગંભીર ભંડોળ સંકટનો સામનો કરી રહી હતી ત્યારે નીલા રાજેન્દ્રએ મુઠ્ઠીભર કર્મચારીઓમાં સામેલ હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ન હતા. તે સમયે નાસામાં લગભગ 900 અન્ય ડીઈઆઈ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
આ વર્ષે માર્ચમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ નાસાએ તેના ડાયવર્સિટી ડિપાર્ટમેન્ટના શટર તોડી નાખ્યા ત્યારે પણ નીલા રાજેન્દ્ર તેમાંથી બચી ગયા. કારણ કે તેમનો હોદ્દો બદલાઈ ગયો હતો, જોકે તેમની જવાબદારીઓ એ જ રહી હતી. તેમના માટે એક સંપૂર્ણપણે નવો વિભાગ બનાવવામાં આવ્યો હતો.
10 માર્ચે એક ઈમેલમાં નાસાએ તેના કર્મચારીઓને જાણ કરી હતી કે નીલા રાજેન્દ્ર હવે 'ઓફિસ ઓફ ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસ'નું નેતૃત્વ કરશે. લેબ સ્ટાફને કહેવામાં આવ્યું હતું કે તેમની નવી ભૂમિકામાં નીલા રાજેન્દ્ર લેબમાં ‘એફિનિટી ગ્રુપ્સ’ માટે જવાબદાર રહેશે, જેમાં ‘બ્લેક એક્સેલન્સ સ્ટ્રેટેજિક ટીમ’નો પણ સમાવેશ થાય છે.
જોકે, નાસાનું આ પગલું કામ ન આવ્યું. એપ્રિલની શરૂઆતમાં, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લીધા બાદ તેમને નાસામાં તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એટલે કે તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech