રાજકોટમાં શુક્રવારે ધૂળેટીના દિવસે દોઢસો ફૂટ રીંગરોડ પર બીગ બજાર પાસે આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે ભભૂકેલી આગમાં બે ડિલિવરી બોય સહિત ત્રણ નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યા હતાં.આ ઘટના અંગે માલવીયાનગર પોલીસે તુરંત અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં કોર્પોરેશન અને પીજીવીસીએલ પાસે આગને લગતી કેટલીક જરૂરી માહિતી માંગી હતી. જે મળ્યા બાદ જવાબદાર સામે ગુનો નોંધાવામાં આવશે.પરંતુ આજે પાંચ દિવસ થવા છતાં હજુ સુધી મનપા કે પીજીવીસીએલ તંત્ર દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો નથી. કોર્પોરેશનને આ રિપોર્ટ તૈયાર કરવામાં હજુ એક સપ્તાહનો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે.ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રીયા ખરેખર એટલી જટીલ છે? કે પછી માલેતુજારોને બચાવવા માટેનો કોઇ ખેલ ચાલી રહ્યો છે.
જવાબદારી બિલ્ડર છે કે પછી એસોસીએશનની?
રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટનામાં ત્રણ યુવાનોના મોત બાદ આ ઘટના માટે જવાબદાર કોણ તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા આરએમસી પાસે ફાયર એનઓસી રિન્યુ નહોતું કરાવ્યું તો તેની જવાબદારી બિલ્ડર છે કે પછી એસોસીએશનની? અહીં ફાયર સેફિટના સાધનો વર્કિંગ કન્ડીશનમાં ન હતા તો તેની જવાબદારી કોની? બિલ્ડિંગમાં પ્લાન મંજુર થયા બાદ બાંધકામમાં કોઇ ફેરફાર કરાયો હતો કે કેમ? સહિતની માહિતી મનપા પાસે માંગી છે.
પાંચ દિવસ થવા છતા હજુ સુધી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી
ઘટના બન્યાને આજે પાંચ દિવસ થવા છતા હજુ સુધી મનપા દ્વારા આ માહિતીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી.મનપાના જવાબદાર અધિકારી દ્વારા એવુ કહેવામાં આવ્યું છે કે હજુ આ રિપોર્ટ તૈયાર કરવામાં હજુ અઠવાડિયાનો સમય લાગશે. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.આગ કેમ લાગી હતી તેનુ સ્પષ્ટ કારણ જાણવા માટે એફએસએલ ટીમ દ્વારા નમુના લેવામાં આવ્યાં હતાં હજુ સુધી એફએસએલનો પણ પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી. ત્રણના જીવ લેનાર આ અગ્નિકાંડની ઘટનામાં હજુ સધી ત્રણેય વિભાગ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા ન હોય ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રીયા ખરેખર એટલી જટીલ છે? કે પછી માલેતુજારોને બચાવવા માટેનો કોઇ ખેલ ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech