સાહેબ, મારા પતિ ડ્રેનેજમાં ગૂંગળાઇ મોતને ભેટ્યા, ભ્રષ્ટાચારનો ભોગ બન્યા

  • June 26, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટીઆપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજકોટ મહાપાલિકામાં ભ્રષ્ટાચારના એક પછી એક પ્રકરણ બહાર આવી રહ્યા છે, દરમિયાન બે-ત્રણ વર્ષ પૂર્વે ડ્રેનેજમાં ગૂંગળાઇને મોતને ભેટેલા ડ્રેનેજ કોન્ટ્રાક્ટરના વિધવા પત્નીએ હવે મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત પત્ર પાઠવી જણાવ્યું છે કે તેમનો પરિવાર મહાપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે ! તેણીએ ન્યાય અપાવવા માંગ કરી છે.
વિશેષમાં અરજદાર રસીદાબેન અફઝલભાઇ પુપર રહે. ગંજીવાડા શેરી નં.20, પીટીસી પાસે, ભાવનગર રોડ, રાજકોટએ ઇનવર્ડ નં.1797, તા.13-6-2024થી કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં.13માં તેમના પતિ ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ ધરાવતા હતા દરમિયાન ડ્રેનેજ ફરિયાદ નિકાલ માટે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તેમના મજૂરને ડ્રેનેજના મેનહોલમાં ઉતરવા ફરજ પાડવામાં આવી હતી દરમિયાન અંદર ઉતયર્િ બાદ મજૂર બેભાન થઇ જતા તેને બચાવવા માટે તેના પતિ પણ મેનહોલમાં ઉતયર્િ હતા અને તેમનું પણ ગૂંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું. પત્રમાં એવો કથિત આક્ષેપ પણ કર્યો છે કે ફરિયાદ ઉકેલવા તેમના સ્ટાફને મેનહોલમાં ઉતરવા મ્યુનિ.સ્ટાફ દ્વારા દબાણ કરાયું હતું જેથી આ દુર્ઘટના બની હતી. આમ છતાં આ મામલે આજ દિવસ સુધી કોઇ મામલે શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ નથી તેમજ મહાપાલિકા તંત્રએ ચુકવવાપાત્ર થતી બિલની રકમ પણ આજ દિવસ સુધી ચૂકવી નથી તેમ જણાવી ન્યાય અપાવવા પત્રના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application