મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેના નાના પુત્ર ઉમર અંસારીએ પિતાની લાશ જોયા બાદ કહ્યું કે તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે લોકોને આઈસીયુમાંથી વોર્ડમાં શિટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા.૧૯મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. આ પછી તેને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા. ૧૨ કલાક સુધી એટલું દબાણ હતું કે ડોકટરો પણ તેની યોગ્ય સારવાર કરી શકયા ન હતા.મારા પિતાને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું . પણ કોઈ સાંભળતું જ ન હતું. હવે આખા દેશને પણ ખબર પડી ગઈ છે.બે દિવસ પહેલા હત્પં તેમને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યા છીએ કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું, અમને તેમાં પૂરો વિશ્વાસ છે.
પિતાના નિધન બાદ મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા છે. આની તપાસ થવી જોઈએ. મારા પિતાએ વારંવાર કહ્યું હતું કે તેમણે ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. ઉમરે જેલ પ્રશાસન પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોટા ભાઈ અબ્બાસના અંતિમ સંસ્કાર માટે પેરોલ કોર્ટમાં અપીલ કરશે.
તેણે કહ્યું કે મારા પિતાને તેમના ભોજનમાં ઝેર આપવામાં આવતું હતું અને તેમને સંપૂર્ણ સારવાર આપવામાં આવી ન હતી. આ મૃત્યુ નથી, આ હત્યા છે. અમે કાયદાકીય માધ્યમથી તપાસ હાથ ધરવા માટે જરૂરી તમામ પ્રયાસો કરીશું. જ યારે તેણે ૩:૩૦ વાગ્યે મારી સાથે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે હું બેહોશ થઈ રહ્યો છું. તે તેની મુઠ્ઠીઓ બધં કરી શકતા ન હતા કારણ કે તે ખૂબ જ નબળાઈ અનુભવતા હતા. પોસ્ટમોર્ટમ વિશે મને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વહીવટીતંત્રે માનવતા દાખવવી જોઈએ કે તેઓ તેને તેના પિતાના અવસાન પ્રસંગે મોકલે. સમર્થકોને મારી અપીલ છે કે ધીરજ રાખો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech