છેલ્લા પાંચ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેતી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની લેટેસ્ટ તસવીરો સામે આવી હતી, જેમાં તે પહેલા કરતા ઘણી નબળી અને પાતળી દેખાતી હતી. આ તસવીરો આવ્યા બાદ અંતરિક્ષમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ થવા લાગી હતી.ત્યારે ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્ર્રીય અવકાશ સ્ટેશન પર વજન ઘટવાના અહેવાલો પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. સુનિતા વિલિયમ્સના વજન વિશે ચર્ચા ત્યારે શ થઈ યારે તેના નબળા દેખાવની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તે પહેલા કરતા ઘણી નબળી અને પાતળી દેખાઈ રહી હતી, ત્યારબાદ તેના ઝડપી વજન ઘટવાની ચિંતા વધી ગઈ હતી. હવે નાસાના અવકાશયાત્રીએ પહેલીવાર આ અંગે પોતાનું મૌન તોડું છે.
વજન ઘટાડવાની ચિંતાઓ વચ્ચે, સુનિતા વિલિયમ્સે નાસા સાથે એક ઇન્ટરવ્યુ કર્યેા હતો, જેમાં તેણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ વજન ઘટું નથી.અહી જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ ૮ દિવસના મિશન પર ગઈ હતી આ વર્ષે જૂનમાં તે અવકાશમાં ગઈ હતી , પરંતુ ૧૫૦ દિવસ વીતી ગયા છતાં તે પરત ફરી શકી નથી.વિલિયમ્સે કહ્યું, 'અહીં સ્પેસ સ્ટેશન પર ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે. તે રમુજી છે, મને લાગે છે કે કેટલીક અફવાઓ છે કે હત્પં વજન ગુમાવી રહી છું વગેરે, પરંતુ કહી દઈએ કે અમે રોજ અમાં વજન માપીએ છીએ. હત્પં અને બુચ,અહીં પહોંચ્યા ત્યારે જેટલું વજન હતું તેટલું જ વજન આજે પણ છે.
વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બેરી (બુચ) વિલ્મોર લગભગ પાંચ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. બંનેએ બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ૫ જૂને તેમની પ્રથમ ક્રૂ લાઇટ માટે ઉડાન ભરી હતી. તેઓ ૬ જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.મારા શરીરમાં બદલાવ આવ્યો છે પણ
વજન ઘટું નથી: સુનિતા વિલિયમ્સ આઈએસએસ પર સુનીતા અત્યતં દુર્બળ બની ગઈ હોવાના અહેવાલોનું ખુદ અવકાશયાત્રીએ જ ખંડન કયુ
હુ પરત આવીશ, અવકાશમાંથી સુનીતા વિલિયમ્સનો સંદેશ
સ્પેસએકસનું ક્રૂ ડ્રેગન સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવા માટે મોકલવામાં આવ્યું છે પરંતુ તે ફેબ્રુઆરી ૨૦૨૫ પહેલા પરત આવે તેવી શકયતા નથી. મતલબ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું ૮ દિવસનું મિશન હવે ૮ મહિના સુધી લંબાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech