13 જૂનની પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ ડાઈવર્ટ કરેલા રૂટ પર દોડશે

  • June 12, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


13 જૂનની પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ ડાઈવર્ટ કરેલા રૂટ પર દોડશે

     ઉત્તર પશ્ચિમ રેલવે ના અજમેર ડિવિઝન માં આવેલા બ્રિજ નંબર 545 ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવે ના સમસ્તીપુર ડિવિઝન  માં  નૉન-ઇન્ટરલોકિંગ ના કામને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. 13 જૂન, 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ, અજમેર ડિવિઝન માં બ્રિજ ના મેન્ટેનન્સ કામ ને લીધે તેના નિર્ધારિત રુટ મારવાડ-અજમેર-ફુલેરા ના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા જોધપુર-મેડતા-ડેગાના થઈ ને સમસ્તીપુર ડિવિઝન માં તેના નિર્ધારિત રુટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફ્ફરપુર ના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુઝફ્ફરપુર થઈ ને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસી નો સમાવેશ થાય છે.

       રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application