ઓગસ્ટમાં ૬૭% મ્યુચ્યુઅલ ફંડસે શેર માર્કેટ કરતાં આપ્યું વધુ વળતર

  • September 19, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેર માર્કેટમાં ગત કેટલાક મહિનાથી ઝડપથી આગળ વધ્યું છે અને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. પરંતુ રિટર્ન આપવાના મામલામાં મ્યુચ્યુઅલ ફંડે નિટી જેવા કેટલાક બેંચમાર્કને પાછળ છોડી દીધા છે.
પીએલ વેલ્થ મેનેજમેન્ટ દ્રારા કરવામાં આવેલા સર્વેમાં ૨૮૩ ઓપન એંડેડ–ઈકિવટી ડાયવર્સિફાઈડ ફંડોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને તેમાં જાણવા મળ્યું કે, તેમાંથી ૬૭ %એ પોતાના સંબંધિત બેંચમાર્કથી વધુ સા પ્રદર્શન કયુ છે. યારે ગત મહિનામાં એટલે કે, જુલાઈમાં માત્ર ૩૯ % યોજનાઓ પોતાના બેંચમાર્કને માત આપવામાં સફળ રહી છે. ઓગસ્ટમાં સંચાલન હેઠળ પરિસંપત્તિઓ (એયૂએમ) ૨.૦૪ % વધીને ૨૫.૬૪ લાખ કરોડ પિયા થઈ છે. મિડ કેપ ફડં સૌથી સા પ્રદર્શન કરનારની શ્રેણીમાં છે, જે ૭૯ % યોજનાઓએ બેંચમાર્કથી વધુ સા પ્રદર્શન કયુ. તે બાદ ફોકસ્ડ ફંડની યોજનાઓનું સ્થાન રહ્યું, જેમને પોતાના સંબંધિત બેંચમાર્કથી ૭૫ % વધુ સા પ્રદર્શન કયુ.
કારણ કે, લાર્જ કેપ ફંડનું પ્રદર્શન બાકીના સેકટરના મુકાબલે ઓછું રહ્યું છે. જેમાં માત્ર ૫૫ % ફંડોએ બેંચમાર્કથી વધુ સા પ્રદર્શન કયુ. પીએલ વેલ્થ મેનેજમેન્ટે રોકાણકારોને સલાહ આપી છે કે, તેઓ પોતાના એસઆઈપી રોકાણ પણ કાયમ રહે અને લાંબા સમય પર ધ્યાન કેન્દ્રીત રાખે. ગત ૩ વર્ષેામાં એસઆઈપીએ સરેરાશ ૧૫ % પ્રતિ વર્ષથી વધુનું રિટર્ન આપ્યું છે. મુખ્ય પ્રદર્શન કરનાર ફંડમાં મોતીલાલ ઓસવાલ લાર્જ કેપ ફંડ, બંધન લાર્જ કેપ ફડં અને એચએસબીસી લાર્જ કેપ ફડં અગ્રણી રહ્યા. મ્યૂચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલ રોકાણ લાંબા સમયના રોકાણને પ્રોત્સાહન આપે છે. ફાયનાન્સિયલ એડવાઈઝર એસઆઈપીને ઓછામાં ઓછા ૭ થી ૧૦ વર્ષ સુધી ચલાવવા સલાહ આપે છે. લય મોટો છે અને તેના માટે સમય છે તો તમે એસઆઈપી ૧૦થી ૧૫ વર્ષ ચાલુ રાખી શકો છો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application