વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવકે શારીરિક અડપલા કર્યા હતા. આ યુવાન બાળકીના પિતા સાથે કામ કરતો હતો, અને યુવાને તકનો લાભ લઈને બાળકીને અડપલા કર્યાં હતા. આ કૃત્ય કર્યા બાદ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે બાળકીએ રડતાં રડતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પરિવારે તુંરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
યુવાનને મુંબઈ જતી ટ્રેનમાંથી પોલીસે દબોચ્યો
પોલીસને બાતમી મળી હતી કે, આ યુવાન મુંબઈ ભાગવાની તૈયારી કરી રહ્યો છે, પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી જ તેને દબોચ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વાત ધ્યાનમાં આવતાં જ લોકોમાં આક્રોશનો માહોલ છવાયો હતો.
ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં કરી તોડફોડ
ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં તોડ઼ફોડ઼ કરી હતી તો ક્યાંક આગ પણ લગાવી દેવામાં આવી હતી. લોકોના ટોળા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશનની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી
પોલીસની સમજાવાટ બાદ પણ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ હતી. ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી હતી. બીજી તરફ ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુ સર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech