બ્રાઝિલમાં કાનૂની પ્રતિનિધિની નિમણૂક કરવામાં ન આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (અગાઉનું ટિટર) સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સસ્પેન્શન બાદ ઈલોન મસ્કે ઘણી નારાજગી વ્યકત કરી છે.ઈલોન મસ્ક એટલો ગુસ્સે થયો કે તેણે એકસને સસ્પેન્ડ કરવાનો આદેશ આપનાર ન્યાયાધીશને પણ સરમુખત્યાર કહ્યો. ઈલોન મસ્કએ એકસ પોસ્ટ દ્રારા કહ્યું, વિશ્વભરમાં અભિવ્યકિતની સ્વતંત્રતા પર મોટા પાયે હત્પમલો કરવામાં આવી રહ્યો છે.એલેકઝાન્ડ્રે ડી મોરેસ એક સરમુખત્યાર છે, જે ન્યાયાધીશની ભૂમિકા ભજવે છે. અભિવ્યકિતની સ્વતંત્રતા એ કોઈપણ લોકશાહીનો આધાર છે. બ્રાઝિલના ન્યાયાધીશોને જનતા દ્રારા ચૂંટવામાં આવ્યા નથી, તેઓ રાજકીય દબાણને કારણે અભિવ્યકિતની સ્વતંત્રતા બગાડે છે
સસ્પેન્શનનું કારણ શું છે?
વાસ્તવમાં જજ એલેકઝાન્ડ્રે ડી મોરેસે ઈલોન મસ્કને કહ્યું હતું કે તમારા કાનૂની પ્રતિનિધિનું નામ જાહેર કરો, આગામી ૨૪ કલાકમાં મોટો નિર્ણય લેવામાં આવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબધં લગાવવામાં આવશે.જે બાબતમાં ઈલોન મસ્ક અસફળ રહ્યો હતો . મીડિયા રિપોટર્સ અનુસાર, સસ્પેન્શનની સાથે એકસ પર દડં પણ લગાવવામાં આવ્યો છે. યાં સુધી કોર્ટના આદેશનું પાલન નહીં થાય અને દંડની રકમ નહીં ભરાય ત્યાં સુધી સસ્પેન્શનનો આદેશ ચાલુ રહેશે તેવું જણાવાયું હતું.મસ્ક અને મોરેસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું પરિણામ એ છે કે બ્રાઝિલમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતા સ્ટારલિંકના નાણાકીય ખાતા પણ જ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech