હળવદ ગૌરી દરવાજા વિસ્તારમાં મારામારીના બનાવવામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નીપયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો છે ત્યારે અન્ય એક ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
હળવદમાં ઇસનપુરના ત્રણ ભાઈઓ પર સેન્ટિગ ભરવા બાબતે ખૂની હુમલો થયો હતો જેમાં ગંભીર રીતે ધવાયેલા અને રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર સમયે રવિ ખોડાભાઈ સોનગ્રા રહે. ઇસનપુર વાળાનું મોત નીપજતા દલવાડી સમાજમાં શોક ની લાગણી વ્યાપી જવા પામી છે. દરમિયાન હિરેનની હાલત નાજુક છે.
આ બનાવની વિગત અનુસાર હળવદ શહેરના ગૌરી દરવાજા વિસ્તારમાં સેન્ટીંગ અને ભરાઈ બાબતે મંગળવારે સાંજના સમયે માથાકૂટ થઈ હતી જે બાબતે એક જૂથના લોકોએ ઇસનપુર થી સેન્ટીંગ કામ કરવા આવલે ત્રણ ભાઈઓ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા રવિ ખોડાભાઈ સોનગ્રા તેમજ હિરેન સોનગ્રા અને જયદીપ સોનગ્રા ઈજા થઈ હતી, જેમાંથી રવિ અને હિરેનને વધુ ઇજા થતાં તેઓને સારવાર માટે પ્રથમ હળવદની યુનિક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને મોરબી થી રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર કારગત નિવડે તે પહેલા રવિ ખોડાભાઈ સોનગ્રા ઉંમર વર્ષ ૨૮ રહે ઇસનપુર વાળા નું મોત નીપજયું હતું. રવિના મુત્યુના સમાચાર થી દલવાડી સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી મારામારીનો બનાવ હત્યા માં પલટાયો હતો. ધટનાની જાણ થતાં હળવદ પોલીસ પીએસઆઇ કે.એન જેઠવા તથા સ્ટાફ તાત્કાલિક રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી,મરણ જનાર રવિ ખોડાભાઈ સોનગ્રા ને ત્રણ પુત્રીઓ છે જેને પિતાની છત્રછાયા ગુમાવી હતી.
આ બનાવમાં મળતી વધુ વિગત અનુસાર આ ત્રણ ભાઈઓ પર સામેના જૂથમાંથી ચારથી પાંચ વ્યકિત હતી અને ભરાઈ બાબતે ડખો થતાં મોટી માથાકૂટ સર્જાઈ હતી અને તેમાં સશસ્ત્ર હુમલો થતાં ત્રણેય ભાઈઓને ઈજા પહોંચી હતી જેમાં રવિ સોનગરા ઉંમર વર્ષ ૨૮ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું યારે હિરેનની ગંભીર છે. મૃતક ના પિતા ખોડાભાઈ અરજણ ખેતી કામ સાથે કરિયાણાની દુકાન ધરાવે છે. મૃતક યુવાન ત્રણેય ભાઈઓમાં સૌથી નાનો હતો. આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech