મુંબઈમાં પ્રેમીએ ધોળા દિવસે પ્રેમિકાની હત્યા કરી નાખી. યુવકે નટ-બોલ્ટ માટે વપરાતા પાના વડે યુવતી પર ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બુધવારે મુંબઈના વસઈ વિસ્તારમાં બની હતી. હત્યાની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. ત્યારથી લાઈવ હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હત્યા બાદ હાથમાં પાનુ લઈને ઉભો રહેલો આરોપી
મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારમાં પ્રેમીએ રસ્તા પર જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાનો લાઈવ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના વસઈ પૂર્વ ચિંચપાડા વિસ્તારમાં બની હતી.
મૃતક યુવતીનું નામ આરતી યાદવ (ઉંમર 20) છે અને આરોપીનું નામ રોહિત યાદવ છે. આરોપીએ યુવતીના માથા પર લોખંડના સળિયા વડે અનેક વાર માર માર્યો હતો. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હત્યાને જોવા માટે ત્યાં ભારે ભીડ ઉમટી પડી હતી પરંતુ મૃતક યુવતીને કોઈએ બચાવી ન હતી.
બચાવવા આવેલા વ્યક્તિ પર પણ હુમલો
જ્યારે એક વ્યક્તિએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી તેની સામે પણ પાનુ લઈને દોડ્યો હતો. આ પછી બાળકીને બચાવવા માટે કોઈએ દરમિયાનગીરી કરી ન હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો છે. આરોપી અને મૃતક એકબીજાના સંબંધમાં હતા. યુવતીનું થોડા દિવસ પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું.
અન્ય છોકરા સાથે સંબંધ હોવાની શંકા
આરોપી છોકરાને મૃતક છોકરીના બ્રેક-અપ અને કોઈ છોકરા સાથેના સંબંધોનો ડર હતો. આથી આરોપી યુવક ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે આ ઘાતક પગલું ભર્યું હતું. તેણે પાછળથી આવીને યુવતી પર પાના વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી. હાલ વાલીવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને કસ્ટડીમાં લીધો છે અને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech