જન્મદિવસે જ મળ્યો જીતનો તાજ, સલમાનની ટ્રોફી પહોંચી ડોંગરી
ટીવી રિયાલિટી શો બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ આ સિઝનની ટ્રોફી જીતી છે. તેના સિવાય અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીને ફાઇનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે બધાને પાછળ છોડીને તેણે આ ટ્રોફી જીતી હતી. અભિષેક આ શોનો ફર્સ્ટ રનર અપ હતો.
બિગ બોસના તમામ ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. બિગ બોસ સીઝન 17ને તેનો વિજેતાને મળી ગયો છે. મુનવ્વર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી છે. સલમાન ખાનના આ શોની સફર 17 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક સ્ટાર્સ પણ વાઈલ્ડ કાર્ડ તરીકે શોનો હિસ્સો બન્યા હતા.
બધાને પાછળ છોડીને મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવ્વરે આ શોનું ટાઇટલ જીતી લીધું છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર આ જીત હાંસલ કરી છે. 28 જાન્યુઆરીએ તે 32 વર્ષનો થયો છે.
મુનવ્વરને સૌથી વધુ વોટ મળ્યા
બિગ બોસની આ સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી. આ શો 107 દિવસ ચાલ્યો હતો. તેને તેનો વિનર મળી ગયો છે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 28મી જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો. જે બાદ શોમાંથી બહાર થઈ ગયેલા ઘણા સ્પર્ધકો પણ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ટોપ 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક બાકીના ચાર બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી છે.
અરુણ મહાશેટ્ટી આ શોમાંથી બહાર નીકળનારા પહેલા હતા. તે પછી અંકિતા લોખંડે અને પછી મન્નારા ચોપરાનો પણ સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ અભિષેક અને મુનવ્વર વચ્ચે મુનવ્વરને સૌથી વધુ વોટ મળ્યા હતા. જેના પછી તેને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે.
બિગ બોસ ટ્રોફી અને પ્રાઈઝ મની
બિગ બોસ જીતવા પર, મુનવ્વર ફારૂકીને માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તેની સાથે તેને 50 લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી. આ ટ્રોફીની સૌથી ખાસ વાત એ છે કે તેને શોની થીમ દિલ, દિમાગ અને દમના આધારે તૈયાર કરવામાં આવી છે. જીત સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને દરેક જગ્યાએ ફેમસ થઈ ગયો છે. તેને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
બિગ બોસ 17ના સ્પર્ધકો
મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટી સિવાય આ શોમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકોના નામ છે- વિકી જૈન, ઈશા માલવિયા, જિગ્ના વોરા, નાવેદ સોલે, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અનુરાગ ડોભાલ, સના રઈસ ખાન, સોનિયા બંસલ, ખાનઝાદી, સની આર્યા, રિંકુ ધવન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાદરી નહિં પણ એઆઈથી હવે ૧૦૦ ભાષાઓમાં સાંભળી શકશે જીસસ
November 23, 2024 10:59 AMઓખામાં બેંકમાં કામ અર્થે ગયેલા વૃદ્ધનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
November 23, 2024 10:58 AMબેટ-દ્વારકામાં ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી
November 23, 2024 10:57 AMચોર ચેન્નાઈથી ટ્રેનમાં નોઈડા ચોરી કરવા આવતો , ૮૦ લેપટોપ અને ૧૫૦ ફોન કબજ
November 23, 2024 10:57 AMસોમવારે બંધારણની પ્રસ્તાવનામાંથી 'સેકયુલર' અને 'સમાજવાદી' શબ્દો દૂર કરવા મુદ્દે ચુકાદ
November 23, 2024 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech